• વડોદરા શહેરમાં પોલીસ એમ.ટી વર્કશોપમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા કર્મીનો પુત્ર ભેદી સંજોગોમાં ગુમ
  • “હું ઉંડેરા તળાવ જાઉં છું અને મમ્મીને સાચવજો ” આવી અંતિમ ચિઠ્ઠી લખી યુવાન ઘરેથી ચાલ્યો ગયો
  • ઉંડેરા તળાવ પાસે યુવાનના ચંપલ અને સાયકલ મળી આવતા આપઘાત કરી લીધો હોવાની શંકા
  • વહેલી સવારથી જ યુવાનની શોધખોળશરુ કરી દેવામાં આવી હતી પરંતુ મોડી સાંજસુધી પોલીસ અને ફાયર વિભાગને તેનો કોઈ પત્તો મળ્યો ન હતો
  • નાના ભાઇને ચીઠ્ઠી મળતા તે શોધવા ગયો અને સમગ્ર મામલે સપાટી પર આવ્યો

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરા તળાવમાં શહેરના પોલીસ કર્મીનો પુત્ર ભેદી સંજોગોમાં ગુમ થવાની વાતે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. જેમાં 23 વર્ષીય યુવાને “મમ્મી ને સાચવજો અને હું ઉંડેરા તળાવ જાઉ છું” લખીને ઘરેથી ભેદી સંજોગો ગુમ થઇ ગયો હતો. જેના પગલે પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા જવાહનગર પોલીસે આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. અને સમગ્ર મામલે ફાયર બ્રિગેડની ટીમે પણ ઉંડેરા તળાવ જાઉં છું તેમ લખ્યા બાદ લાપતા થયેલ યુવાનની શોધખોળ શરુ કરી દીધી હતી. પરંતુ તળાવ વરસાદના કારણે છલોછલ ભરાયેલ હોવાથી મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો મળી શક્યો ન હતો.

આ બનાવ વિશે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ઉંડેરા જીવાભાઈ પાર્ક-2 ના રહેવાસી લક્ષમીનારાયણ પવાર લાલબાગ પાસે આવેલા પોલીસ એમ.ટી વર્કશોપમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવે છે. તેમનો પુત્ર 23 વર્ષીય નીરજ પવાર વહેલી સવારમાં ઘરે “હું ઉંડેરા તળાવ જાઉં છું અને મમ્મીને સાચવજો ” ની ચીઠ્ઠી લખીને નિકળી ગયો હતો. આ ચીઠ્ઠી તેના 13 વર્ષીય ભાઈને મળી આવતા તે નીરજને શોધવા ઉંડેરા તળાવ ગયો અને તળાવ પાસે તેને નીરજ ના ચંપલ અને સાઇકલ મળી આવતા તે ગભરાઈ ગયો હતો. અને કોઈ રાહદારીને રોકી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી જવાહનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એની નિરાજની શોધખોળ હાથ ધરી હતી.

પ્રાથમિક તબક્કે પોલીસને નીરજે તળાવમાં કૂદી આપઘાત કરી લીધો હોય તેની જાણ થતા પોલીસે ફાયર બ્રિગેડની મદદથી તળાવમાં શોધખોળ શરુ કરી દીધી હતી. પરંતુ તળાવ વરસાદના કારણે છલોછલ પાણીથી ભર્યો હોવાથી મોડી સાંજ સુધી નીરજની કોઈ ભાળ મળી ન હતી.

જેને પગલે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તાપસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે યુવાન છેલ્લા છ મહિનાથી તબીબી સારવાર હેઠળ હતો. અને તે વહેલી સારવારમાં અંતિમ ચિઠ્ઠી “હું ઉંડેરા તળાવ જાઉં છું અને મમ્મીને સાચવજો ” લખીને ઘરેથી ચાલ્યો ગયો હતો. અને સવારના 10.30 ની આસપાસસ તેના 13 વર્ષય ભાઈને આ ચિઠ્ઠી મળી આવતા તે નીરજને શોધવા નીકળી ગયો હતો. અને ઉંડેરા તળાવ પાસે તેને નિરાજના ચંપલ અને સાઇકલ મળી આવતા તેને કોઈ રાહદારીને રોકી સમગ્ર મામેલે પોલીસને જાણ કરી હતી. જેને પગલે જવાહનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને 13 વર્ષય કિશોરની બનાવ અંગે પૂછપરછ શરુ કરી હતી. સાથેજ પોલીસ દ્વારા નિરજના માતાપિતાને જાણ કરતા તે પણ ઉંડેરા તાળવે આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસએ ફાયર વિભાગની મદદથી તળાવમાં નિરજની શોધખોળ શરુ કરી દીધી હતી. પરંતુ મોડી  સાંજ સુધી તેનો કોઈ ભાળ મળી આવ્યો ન હતો. આ બનાવ વિશે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીરજ મળી ન આવતા તેની ગુમ થયાની જાણવાજોગ દાખલ કરી વધુ તાપસ હાથ ધરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud