• વડોદરામાં ટ્રેનમાં ફેરી મારવા બાબતે બે ફેરિયા વચ્ચે બોલાચાલી બાદ, એક ફેરિયાએ બીજા ફેરિયાને ચાકુના ઉપરાછાપરી ઘા જીંકી દીધા
  • રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં 1 પર બે ફેરિયા વચ્ચે બોલાચાલી બાદ તેમાંથી એક ફેરિયાએ બીજા ફેરિયાને ચાકુ વળે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા
  • સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન પર રહેલા સી.સી.ટી.વી માં કેદ
  • પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોરને ઝડપી પડ્યો

WatchGujarat. વડોદરા શહેરના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં 1 પર બે ટ્રેનમાં ફેરી કરતા બે યુવકો વચ્ચે ફેરી કરવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બાદ તેમાંથી એક ફેરિયાએ ઉશ્કેરાય જઈને બીજા ફેરિયાને ઉપર છાપરી ચાકુના ઘા ઝીંકી દીધા હતા. ફેરિયો લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશનના સી.સી.ટી.વી માં કેદ થઇ ગઈ હતી. જેથી વડોદરા એલ.સી.બી.ની ટીમે ગણતરીના કલાકોમાં હુમલાખોર ફેરિયાને ઝડપી પડ્યો હતો.

સમગ્ર મામલે પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર એવું છે કે,વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં 1 પર ગત 5 ઓગસ્ટના રોજ બપોરના અરસામાં ટ્રેનમાં ફેરી મારતો નિત્યાનંદ ઉર્ફે કુંદન દુબે (ઉ.19 વર્ષ)એ અન્ય એક ટ્રેનમાં ફેરી મારતો મનોજકુમાર રામશૃંગાર (ઉ.36 વર્ષ) (રહે- હાલ ભરૂચ અને મૂળ ઉત્તરપ્રદેશ) સાથે ટ્રેનમાં ફેરી મારવા બાબતે ઉગ્રહ બોલાચાલી થઇ હતી. જેમાં નિત્યાનંદ ઉર્ફે કુંદનએ મનોજકુમાર રામશૃંગારને ધમકી આપી હતી કે “તારે આ ટ્રેનમાં ફેરી કરવી નહિ” પરંતુ મનોજકુમાર દ્વારા નિત્યાનંદ ઉર્ફે કુંદનની વાત નહિ માનતા તે બંને વચ્ચે ઉગ્રહ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ઉશ્કેરાય જઈને નિત્યાનંદ ઉર્ફે કુંદનએ સાથે પગમાં છુપાવી લાવેલુ ચાકુ કાઢી મનોજકુમારને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેમાં મનોજકુમારને છાતીમાં તથા ડાબા હાથે અને આંગળી પર ગંભીર ઇજા પહોંચી હતી. હિંસક હુમલો કરીને નિત્યાનંદ ઉર્ફે કુંદન સ્થળથી ફરાર થઇ ગયો હતો. આ હુમલાના કારણે મનોજકુમાર લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

આ મામલાની જાણ રેલવે પોલીસ એની એલસીબીની થતા ઇજાગ્રસ્ત મનોજકુમારની સ્થિતી અંગે જાણવા એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. અને બનાવ અને આરોપીન પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા હતા. સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન પર રહેલા સી.સી.ટી.વી માં કેદ થઇ ગઈ હતી. જેના આધારે એલસીબી ની ટીમે ગણતરીના કલાકોમાં હુમલાખોર 19વર્ષીય નિત્યાનંદ ઉર્ફે કુંદન દુબેને વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસેથી ઝડપી પડ્યો હતો. આ મામલે એલ.સી.બી.એ હુમલાખોરને પકડીપાડી તેના વિરુદ્ધ હત્યાની પ્રયાસનો ગુનો નોંધી વધુ આગળની તાપસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud