ગત તા. 18 જુનના રોજ છાણી સર્કલ પાસેથી રાજકોટના વેપારીની હોન્ડા અમેઝ કારની ડીકીમાંથી રૂ. 2.35 કરોડના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.
બાઇક પર આવેલા બે શખ્સોએ કારનો કાંચ તોડી ડીકી ખોલી દાગીના ભરેલો થેલો લઇ ફરાર થઇ ગયા હતા.
કરોડોના દાગીનાની ચોરીને ભેદ ઉકેલવા ફતેગંજ પોલીસ સહિત શહેર પોલીસની તમામ શાખાઓ કામે લાગી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોર ટોળકીના એક શખ્સની ધરપકડ કરી રૂ. 26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
[caption id="attachment_1277823" align="aligncenter" width="720"] કરોડોના દાગીના ચોરનાર ગેંગનો સાગરીત અમીત છારા[/caption]
WatchGujarat. શહેરના છાણી જકાતનાકા સર્કલ સ્થિત રાજકોટના વેપારીની કારનો કાંચ તોડી ડીકીમાંથી રૂ. 2 કરોડ 35 લાખના દાગીના ભરેલી બેગ ચોરી ફરાર થઇ ગયા હતા. સવારે બનેલી આ ઘટનાની જાણ પોલીસને મોડે મોડે સાંજે થઇ હતી. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે વેપારીએ ચોરીની ફરીયાદ નોંધાવી હતી. અને સ્થાનિક પોલીસ સહિત શહેર પોલીસની તમામ શાખાએ ચોરીનો ભેદ ઉકેલવામાં જોતરાઇ હતી. પરંતુ 20 દિવસની પોલીસ તપાસ દરમિયાન પણ વડોદરા પોલીસના હાથે કંઇ ના લાગ્યું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોર ટોળકીના એક સાગરીતને દબોચી લઇ વડોદરા પોલીસની સોંપવાની તજવીજ હાથ ધરી છે.
[caption id="attachment_1223580" align="aligncenter" width="1280"] વિપુલ ધકાણ[/caption]
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટના વી. રસીકલાલ સોનાના દાગીનાનો વેપાર કરતા હોવાથી વિપુલ ધકાણ ધંધા અર્થે હોન્ડા અમેઝ કારમાં વડોદરા આવ્યાં હતા. જ્યાં વડોદરાની પંચશીલ હોટલમાં બેથી ત્રણ દિવસ રોકાઇ તેઓ શહેરના જુદા જુદા સોનીઓને ધંધા અર્થે મળ્યાં હતા. ગત તા. 18 જુનના રોજ સવારે 11-30ની આસપાસ વિપુલ ધકાણ તેમના સાથી અને કારનો ડ્રાઇવર છાણી જકાતા નાકા સ્થિત પાનના ગલ્લા પર મસાલો ખાવા રોકાયા હતો. આ સમયે કારનો ડ્રાઇવર, વિપુલ ધકાણ અને તેમનો સાથી ત્રણેય કારની બહાર ઉતર્યા અને તેવામાં બાઇક પર આવેલા બે શખ્સોએ કારની ડ્રાઇવર સાઇડનો કાંચ તોડી ડીકીમાંથી બે થેલામાં ભરેલા રૂ. 2 કરોડ 35 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સવારની ઘટના અને પોલીસને સાંજે જાણ કરાઇ હતી.
સવારે 11-30 વાગે બનેલી ઘટના અંગે પોલીસ પણ અજાણ હતી. જોકે મોડે મોડે આ બાબતે સાંજે 5-30 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમને આ ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી. જેથી ફતેગંજ પોલીસ અને ઉચ્ચઅધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે વિપુલ ધકાણની ફરીયાદ નોંધી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ચકચારી ઘટનાને પગલે વડોદરા શહેરની તમામ શાખાઓની ટીમ ચોર ટોળકીને શોધવામાં લાગી હતી. પરંતુ કોઇ સફળતા મળી ન હતી.
[caption id="attachment_1223579" align="aligncenter" width="1280"] બનાવની સ્થળ તપાસ કરી રહેલી પોલીસ[/caption]
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કંઇ રીતે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
રાજ્યમાં બનતા ધાડ, લુંટ, ચોરી જેવા ગંભીર ગુનાઓ બનતા તેને ઉકેલી કાઢવાની ખાસ જવાબદારી ડીસીપી ક્રાઇમ પ્રેમ વિર સિંગ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેના પરિણામે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે. એન ચાવડા, સબ ઇન્સપેકટર એ.પી જેબલીયા અને સબ ઇન્સપેકટર એ.પી ગોહિલને બાતમી મળી હતી કે, આસ્ટોડીયા માંડવીની પોળના નાકે અમીત રાકેશ અભવેકર (છારા) સોનાના દાગીના લઇને ફરી રહ્યો છે. જેની તપાસ કરતા અમીત પાસેથી રૂ. 26,01,300ની કિંમતના વિવિધ સોનાના દાગીના મળી આવ્યાં હતા.
અમીત પાસેથી રૂ. 26 લાખના દાગીના મળી આવતા પોલીસે તેની આંકરી પુછતાછ હાથ ધરી હતી. જેમાં તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, અમે 6 જણા મનોજ કનૈયાલાલ સિંધી, ઉતમ આત્મરામ છારા, વિશાલ વિક્રમ તમંચે, બોબી બળવંત રાઠોડ, સન્ની સુર્વે તમંચે સાથે મળી ગત તા. 18 જુનના રોજ મોનજ સિંધીની ઇનોવા કાર, એક્સીસ મોપેડ અને બાઇક લઇને વડોદરા છાણી જકાતાનાકા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં હોન્ડા અમેઝ કારનો ડ્રાઇવર સાઇડનો કાંચ તોડી ડેકીનુ બચન દબાવી, ડેકી ખોલી અંદર પડેલા સોનાના દાગીના ભરેલો થેલો ચોરી ફરાર થઇ ગયા હતા.
આમ રાજકોટના વી. રસીલાલ સોનીની કારમાંથી ચોરી થયેલા રૂ. 2 કરોડ 35 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી ટોળકીના એક સાગરીતની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા અમિત છારાને વડોદરાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમિત છારા સામે અગાઉ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ મુંબઇમાં ડેકી ચોરીના ગુનો નોંધાયેલા છે. તેમજ વર્ષ 2020માં તેને પાસા હેઠળ લાજપોર જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યો હતો.