• એ.એસ.આઇ રાજેન્દ્ર જયસ્વાલ સમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
  • સવારે 10 વાગ્યાના અરસામાં સમા પોલીસ સ્ટેશને જવા નિકળ્યાં અને રનોલી બ્રીજ નિચે અકસ્માત સર્જાયો
  • રણોલી બ્રીજ નિચે તાપી હોટલ પાસેનુ આ સ્થળ એક્સિડન્ટ ઝોન બન્યું છે.
  • ગમખ્વાર અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ
Gujarat Vadodara, ASI Rajendra Jaiswal
Gujarat Vadodara, ASI Rajendra Jaiswal, File Photo

WatchGujarat.મોત આવી પણ આવશે તેવુ કોઇ વિચાર પણ ન શકે, ખાકી પહેરી ફરજ પર જવા નિકળેલા પોલીસ જવાન પરત ઘરે નહીં આવે તેવુ કોઇએ વિચાર્યુ પણ ન્હોતુ. પરંતુ હાઇવે પર કાળ બની રોંગ સાઇડ આવી રહેલા આઇસર ચાલકે પોલીસ જવાનની બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસ જવાન રાજેન્દ્રભાઇના માથા પરથી જાણે આઇસરનુ ટાયર ફરી ગયુ તે રીતે છુંદાઇ જતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ રાજેન્દ્રભાઇએ ત્યાં સુધી અંતિમ શ્વાસ લઇ લીધો હતો.

(અકસ્માતના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રોંગ સાઇડથી આવતી આઇસર અને રાજેન્દ્રભાઇની બાજુમાં ચાલી રહેલું ટેન્કરનુ ટાયર તેમના માથા ઉપરથી ફરી વળ્યું હતુ. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, રસ્તા પરના પાણી ભરેલા ખાડા પાસે રાજેન્દ્રભાઇની બાઇક અચાનક સ્લીપ થઇ હતી, ત્યારબાદ રોંગ સાઇડ આવતી આઇસર તેમની બાઇક ઉપર ફરી વળી હતી. જ્યારે બાજુમાં ચાલતી ટેન્કરનુ ટાયર તેમના માથા ઉપર ફરી વળતા છુંદાઇ ગયું હતુ.)

બનાવની પ્રાથમિક માહિતી અનુસાર, રણોલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ જયસ્વાલ સમા પોલીસ સ્ટેશન ખાતે ASI (આસિસટન્ટ સબ ઇન્સપેકટર) તરીકે ફરજ બજાવતા હતા. જેથી આજ રોજ સવારે તેઓ નિત્યક્રમ પ્રમાણે પોલીસ સ્ટેશન જવા માટે બાઇક પર નિકળ્યાં હતા. જ્યાં રણોલી બ્રીજ નિચે તાપી હોટલ નજીક રોંગ સાઇડ આવી રહેલા આઇસરના ચાલકે રાજેન્દ્રભાઇની બાઇકને અડફેટે લેતા કંભીર અકસ્માત સર્જાયો હતો.

આઇસરની અડફેટે આવતા રાજેન્દ્રભાઇ બાઇક પરથી નિચે રોડ પર પટકાયા હતા. અને આઇસરનુ ટાયર તેમના માથા ઉપરથી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અકસ્માતમાં રાજેન્દ્રભાઇનુ આખુ માથુ છુંદાઇ જતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. દરમિયાન આઇસર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, દશરથ તરફથી રોંગ સાઇડ આવી રહેલા આઇસર ચાલકે પોલીસ જવાનને કચડી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે આજ સ્થળે અનેક વખત આજ પ્રકારે ગંભીર અકસ્માત સર્જાઇ રહ્યાં છે. અવાર નવાર ભારદારી વાહનો રોંગ સાઇડ આવતા આ પ્રકારની ઘટના બનવા પામી રહીં છે. પરંતુ તંત્ર દ્વારા આ પ્રકારના વાહન ચાલકો સામે કોઇ નક્કર પગલા હજી સુધી લેવામાં આવ્યાં નથી. જો આજ રીતે ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ રોંગ સાઇડ આવતા રહેશે, તો ચોક્કસ હજી અનેક લોકો જીવ ગુમાવે તેવી પુરી શક્યતાઓ છે.

Vadodara Ranoli Highway Collusion ASI Rajendra Jaiswal, Who was in Sama Police Station, Vadodara

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud