• ગુમ થયેલા વડોદરાના રીક્ષાચાલકનો મૃત દેહ ભગવાનપુરા પાસેની કેનાલમાંથી મળી આવ્યો
  • આ અંગે તાપસ કરતા સીસીટીવીમાં રિક્ષાચાલક અને કોઈ અજાણ્યો શખ્સ જોવા મળ્યો હતો
  • પોલીસે મૃત દેહને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યા બાદ આગળની તજવીજ હાથ ધરી.

WatchGujarat. વડોદરા શહેરના હાથીખાના વિસ્તારનો એક રિક્ષાચાલક બુધવારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે ટીવી ની ડિલિવરી માટે ગયો હતો. જો કે ચાલક પરત ઘરે ન આવતા પરિજનોએ તેની ભાળ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. કાલો બોડેલીના રાતનપુરથાણા પાસેથી એકલી રીક્ષા મળી આવી હતી. અને આજરોજ વહેલી સાવરમાં ભગવાનપુરા પાસેથી ચાલકનો મૃત દેહ મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આગળની તાપસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના હાથી હાથીખાના વિસ્તારનો રહેવાસી રિક્ષાચાલક જુબેરખાન શેખ ગત બુધવારે વડોદરા શહેરથી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે ટીવીની ડિલિવરી કરવા ગયા હતો. અને સાથે જ તે છોટાઉદેપુરમાં રહેતા તેના સાગા સંબંધીઓને પણ મળવા માટે ગયો હતો. ત્યાર બાદ જુબેર તેનું બધું કામ પતાવી રાત્રે વડોદરા ઘરે પરત આવા નીકળી ગયો હતો. પરંતુ જુબેર રાત્રે ઘરે ન પહોંચતા તેના પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. જેથી તેમણે જુબેરની શોધખોળ છોટાઉદેપુરમાં રહેતા તેમના સગા સંબંધીઓના ઘરે જઈને શરુ કરી હતી. પરંતુ જુબેરની કોઈ ભાળ મેળવી શક્યા ન હતા. આ દરમિયાન બોડેલી નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી રતનપુરથાણાં ગામના પાટિયા પાસે સ્થાનિકોને કોઈ રીક્ષા બિનવારસી મળી આવી હતી. જેની જાણ પોલીસને કરતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. અને તે રિક્ષાની ડીટેલ કઢાવી રિક્ષાના માલિકનો સંપર્ક કર્યો હતો. અને આ રીક્ષા જુબેરની જ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ અંગે જુબેરના પરિવારને જાણ થતા તે પરિવારજનો રાતનપૂર થાણા પાસે પહોંચી ગયા હતા અને નજીક આવેલી કેનાલની આસપાસ જુબેરની તપાસ કરી હતી પરંતુ પરિવારજનો જુબેરનો કોઈ ભાળ મેળવી શક્ય ન હતા.

આ બનાવ અંગે પોલીસ દ્વારા જુબેરની તાપસ કરાતા પાવીજેતપુર અને બોડેલી ખાતે જુબેર સીસીટીવી કેમેરામાં દેખાયો હતો. અને તેની સાથે એક અજાણ્યો શખ્સ પણ બેઠેલો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. સાથે જ આ અંગે વધુ તપાસ  કરાતા બોડેલી નજીક આવેલા ગેસ પંપ પર પણ  જુબેર અને કોઈ અન્ય શખ્સ ગેસ પુરાવા માટે ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

તેવામાં જ આજે વહેલી સવારમાં ભગવાનપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં સ્થાનિકને કોઈ મૃત દેહ નજરે ચઢતા તેને તુરંત પોલીસને જાણ કરી કરી હતી. આ અંગે પોલીસને જાણ થતા તે તાત્કાલિક ધોરણે કેનાલ પાસે પહોંચી ગઈ હતી. અને સ્થાનિક તરવૈયાની મદદ લઈને મૃત દેહને બહાર કાઢ્યો હતો. અને સાથે જ આ મૃત દેહ જુબેરનો જ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે મૃતદેહને પોર્સ્ટમોર્ટમ માટે નજીકના હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અને આગળની તજવીજ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud