• વડોદરા પોલીસે ઉમર ગૌતમ અને સલાઉદ્દીન  શેખના આગામી 23 ઓકટોબર સુધીના રિમાન્ડ મેળવ્યાં
 • ઉત્તર પ્રદેશ પોલીસ શનિવારે બપોરે ઉમર ગૌતમ અને સલાઉદ્દીનને લઇ વડોદરા પહોંચી હતી.
 • રૂ. 60 કરોડ દુબઇથી હવાલા મારફતે મુંબઇના રાહુલ ઇર્ફે ઇમરાન થકી આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં આવ્યાં
 • વર્ષ 2019માં ઉમર ગૌતમ વડોદરા આવ્યો હતો અને તેને સલાઉદ્દીન સહિત અન્ય લોકો સાથે એક મીટિંગ કરી હતી
 • વડોદરા પોલીસે ઉમર ગૌતમ અને સલાઉદ્દીની કસ્ટડી મેળવવા કોર્ટમાં માગ કરતા કાનુની તકરાર શરૂ થઇ
 • કોર્ટે ઉમર ગૌતમ અને સલાઉદ્દીનને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો
 • બન્નેની કસ્ટડી મેળવવા પોલીસે રાત્રે કોર્ટમાં રિમાન્ડ અરજી રજૂ કરતા 12 વાગ્યા સુધી કોર્ટમાં દલીલો ચાલી
 • આ સમાચાર લખાઇ રહ્યાં ત્યારે રાત્રીના 12-30 વાગી રહ્યં છે
Salauddin Sheikh & Umar Gautam, Vadodara
Salauddin Sheikh & Umar Gautam, Vadodara

WatchGujarat. દેશ ભરમાં ચકચાર મચાવી રહેલા ધર્માંતરણ અને 79 કરોડના હવાલાકાંડ મામલે ઉમર ગૌતમની ધરપકડ બાદ વડોદરાના સલાઉદ્દીનની સંડોવાણી બહાર આવી હતી. જેથી યુ.પી એટીએસ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સલાઉદ્દીનની ધરપકડ કરી ઉત્તર પ્રદેશ લઇ જવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરા પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવતા ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સામે વડોદરમાં વધુ એક ફરીયાદ નોંધાઇ હતી. જે સંદર્ભે આજરોજ બન્નેને ઉત્તર પ્રદેશ પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી વડોદરા લઇ આવી હતી. જોકે કોર્ટેમાં બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ કરતા કોર્ટે બન્નેની જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. દરમિયાન વડોદરા પોલીસે બન્નેના રિમાન્ડ મેળવવા કોર્ટમાં અરજી કરતા રાત્રે 12-30 વાગ્યા સુધી દલીલો ચાલી હતી.

આ સમાચાર લખાઇ રહ્યાં છે ત્યારે રાત્રીના 12-30 વાગી રહ્યાં છે, ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખના રિમાન્ડ મેળવવા પોલીસે કોર્ટમાં અરજી કરી હતી. જે અગાઉ કોર્ટે બન્નેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. જેથી વડોદરા પોલીસે કોર્ટમાં રિમાન્ડ અરજી કરતા રાત્રે 12 વાગ્યા સુધી આ મામલે દલીલો ચાલી હતી. જેમાં પોલીસ દ્વારા મહત્વના મુદ્દાઓ રજુ કરી ઉમર ગૌતમ અને સલાઉદ્દીનના રિમાન્ડની માગણી કરી હતી.

આ મહત્વના મુદ્દાઓની પોલીસ તપાસ કરશે

 • ઉમર ગૌતમ અને સલાઉદ્દીન ધર્માંતરણ અને હવાલાકાંડના મુખ્યસૂત્રધાર છે, તથા અન્ય કેટલા લોકોની સંડોવણી છે.
 • વર્ષ 2017થી અત્યાર સુધી FCRAમાં મેળવેલી રકમ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગેરકાયદે પ્રવૃત્તિ પાછળ વાપરવામાં આવી છે.
 • વર્ષ 2020માં દિલ્હી રમખાણો, સરકાર વિરૂધ પ્રદર્શન કરવા અન્ય સાગરીતો સાથે કાવતરૂ રચી પકડાયેલા આરોપીએને છોડાવવા ફંડ પુરૂ પાડવામાં આવ્યું હતુ.
 • ગુજરાત તથા અન્ય કયા રાજ્યોમાં ધર્માંતરણ કરકી હિન્દુઓની લાગણી ધીક્કારે તેવુ ક્રુત્ય કરવામાં આવ્યું છે.
 • મોહમંદ મનુસુરીએ તોડી પેન ડ્રાઇવ ફેંકી દીધી છે જે વિગતોની તપાસ
 • પેન ડ્રાઇવમાં સલાઉદ્દીન દ્વારા આચરવામા આવેલી ગેરકાયેદ પ્રવૃતિઓની વિગતો
 • વર્ષ 2001માં ભુજ ખાતે જમીન ખરીદવામાં આવી છે તેના જમીની દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાના છે.
 • વર્ષ 2019માં ઉમર ગૌતમ વડોદરા આવ્યો હતો અને તેને સલાઉદ્દીન સહિત અન્ય લોકો સાથે એક મીટિંગ કરી હતી
 • ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખ બન્ને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની આશંકા તેમજ અન્ય કેટલાની સંડોવણી ?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud