• સમા વિસ્તારમાં આવેલી આત્મરાજ સોસાયટીના ગાયત્રી બંગલોમાં બની ચોરીની ઘટના
  • વ્યાસ પરિવારના સભ્યો સવારે 9 વાગે ખંભાત ગયા અને બપોરે 4 વાગે પરત આવ્યાં
  • ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં જોઇ તાત્કાલીક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઇ
  • ઘરમાં ચોરી કરનાર કોઇ જાણભેદુ હોવાની શંકા

WatchGujarat. શહેરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓને તસ્કરો અંજામ આપી રહ્યાં છે. અત્યાર સુધી ભાગ્યેજ દિવસ દરમિયાન ચોરીની ઘટના સામે આવી હોય તેવા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. તેવામાં સમા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલા બંગલામાં ધોળે દિવસે તસ્કરો ત્રાટકી સોના.ચાંદી સહિત રોકડ મળી અંદાજીત 8 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સમા વિસ્તારમાં આવેલા નામંકિત નાનુભાઇ ટાવર સામે મેઇન રોડ પર આવેલી આત્મરાજ સોસાયટીના ગાયત્રી બંગલોમાં કોશિષ વ્યાસ અને તેમનો પરિવાર રહે છે. શુક્રવારે કોશિષ વ્યાસ તેમના પરિવાર સાથે કૌટુંબિક પ્રસંગમાં ખંભાત ખાતે જવા સવારે 9 વાગે રવાના થયા હતા. અને બપોરે 4 વાગ્યાની આસપાસ તેઓ પરત તેમના ઘરે આવી પહોંચ્યાં હતા.

આ દરમિયાન તસ્કરો તકનો લાભ લઇ કૌશિષ વ્યાસના બંગલાને નિશાન બનાવ્યું હતુ. જેમાં બંગલાના મુખ્ય દરવાથી એન્ટ્રી મેળવી તસ્કરોએ બંગલાના બે રૂમને ટાર્ગેટ કર્યા હતા. જેમાં લોકર અને તિજોરી તોડી સોના, ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી અંદાજીત 8 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનુ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

જોકે બપોરે 4 વાગે ઘરે પરત પહોંચેલા કૌશિષ વ્યાસે ઘરમાં પ્રવેશ કરતા જ ચોરીની શંકા જતા તાત્કાલીક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી ફતેગંજ પોલીસને કંટ્રોલ વર્ધી મળતા જ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી તસ્કરો રાત્રીના સમયે ચોરીને અંજામ આપતા હતા. પરંતુ ધોળે દિવસે ધમધમતા રોડ પર આવેલા બંગલામાં ચોરી કરી તસ્કરોએ વડોદરા પોલીસ સામે પડકાર ફેંક્યો હોય તેવુ લાગી રહ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners