• 13 જુલાઇના રોજ વડોદરા નજીક સાવલીના એક ગામમાં બેંકમાંથી પૈસા ઉપાડીને બહાર આવેલા વૃદ્ધને મહિલાઓએ એકત્ર થઇ લુંટ્યો
  • મામલે પોલીસ સ્ટેશને પહોંચ્યો, ત્યાર બાદ એલસીબીએ કેસ હાથમાં લીધો
  • નડીયાદના ગામમાંથી મુળ મધ્યપ્રદેશની સાંસી ગેંગની મહિલાઓની મામલે ધરપકડ કરવામાં આવી
  • ગેંગની મહિલાઓ છુટ્ટક સાડી વેચવાના બહારને રેકી કરીને હાથ ફેરો કરતા

WatchGujarat. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એક વૃદ્ધ બેંકમાંથી નાણાં ઉપાડી બહાર આવતા ધોળાદિવસે ચાર સ્ત્રીઓ લૂંટીને નાસી ગઈ હતી. સમગ્ર મામલે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ ની તપાસ વડોદરા એલ.સી.બી એ હાથમાં લેતા તે ચાર લૂંટારુ સ્ત્રીઓને પકડી પાડી હતી. લુંટારૂ સ્ત્રીઓ મધ્યપ્રદેશના સાંસી ગામની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મહિલાઓ સાડી વેચવાનું કામ કરતી હતી અને જ્યાં મોકો મળે ત્યાં હાથ ફેરો કરી લેતી હતી.

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે ગત તારીખ 13 જુલાઈ ના રોજ સાવલી ખાતે આવેલી એસ.બી.આઈ ની શાખામાં એક વૃદ્ધ નાણાં ઉપાડવા ગયા હતા. નાણાં ઉપાડ્યા બાદ વૃદ્ધ બેન્ક માંથી બહારર આવતા તેને બે સ્ત્રીઓએ સરનામું પૂછવાના બહાને નજીક બોલાવ્યા હતા. અને તે વૃદ્ધની નજર ચૂકવી અન્ય બે સ્ત્રીઓએ વૃદ્ધના હાથમાં રહેલી નાણાંની કાપડની થેલીમાં કોઈ તીક્ષણ હથિયાર વડે કાપી થેલીમાંથી રોકડ 1.40 લાખ લૂંટીને ચારે સ્ત્રીઓ ફરાર થઇ ગઈ હતી. ધોળે દહાડે લુંટ નો મામલો સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પરંતુ સાવલી પોલીસ લૂંટારુઓની કોઈ ભાળ મેળવી શકી ન હતી જેથી સમગ્ર મામલાની તાપસ વડોદરા એલ.સી.બી એ હાથમાં લીધી હતી .

આ બનાવ અંગે વધુ તાપસ કરાતા પોલીસ દ્વારા સી.સી.ટી.વી.ફૂટેજના આધારે તે ચારે સ્ત્રીઓની ઓળખ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્ત્રીઓ વિશે અલગ અલગ માહિતી એકત્ર કરીને તેમના પર શંકાના આધારે નજર રાખવામાં આવી હતી. આખરે ચોક્કસ બાતમીના આધારે મહિલાઓ મધ્યપ્રદેશના કડીયા સાંસી ગામની હોવાનું જણાવ્યું હતું. સ્ત્રીઓ છુટ્ટક સાડી વેચવાનું કામ કરે છે. અને તેની સાથે અલગ અલગ જગ્યાઓની રેકી કરતી હોય છે. ખાસ કરીને બેંક અથવા તો એટીએમ નજીક રેકી કરીને પૈસા ઉપાડનારાઓને પોતાના ઝાંસામાં લઇ પૈસાની ચોરી કરતી હોય છે. વૃદ્ધો તેમના સરળ ટારગેટ હોવાને કારણે તેમના પર તેમનું વિશેષ ધ્યાન રહે છે. એલસીબીએ સમગ્ર મામલે નડીયાદ જીલ્લાના કઠલાલ ટાઉનમાંથી ચારેય મહિલાની ધરપકડ કરી હતી.

સાંસી ગેંગની ઝડપાયેલી મહિલાઓ

એકતાબાઇ સંજયભાઇ ધીરજભાઇ સાંસી

ગુંજાબાઇ મંદિપબાઇ મનોજભાઇ સાંસી

બિંદુબાઇ પર્વતભાઇ હિરાભાઇ સાંસી

રાજકુમારી ઉર્ફે કામીબાઇ ભગવાનસિંહ રામદયાલ સાસી

ઉપરોક્ત તમામ રહેવાસી ગામ કડીયા સાંસી મધ્યપ્રદેશ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud