• સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી
  • જો શાળાઓ મર્જ કરવામાં આવશે તો બાળકોનો ડ્રોપ રેશિયો હજુ વધશેઃ ધારાસભ્ય કેતન ઈમાનદાર
  • આ મામલે વાલીઓ દ્વારા પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે
Gujarat BJP MLA Ketan Inamdar Wrote Letter to Education Minister
Gujarat BJP MLA Ketan Inamdar Wrote Letter to Education Minister

WatchGujarat. મળતી વિગતો અનુસાર વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં તેમને પોતાના મત વિસ્તારમાં આવેલ શાળાઓ મર્જ નહીં કરવા જણાવ્યું છે. તેમણે આ રજુઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે જો શાળા મર્જ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધી શકે છે.

આ મુદ્દે પ્રાપ્ત વિગતો અનુસાર સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રજૂઆત કરતાં જણાવ્યું છે કે, હાલ સરકાર દ્વારા ઓછા બાળક હોય તેવી શાળાઓ મર્જ કરવાની છે. પરંતુ શાળાઓ મર્જ થાય તો બાળકને એક ગામથી બીજા ગામે જવું પડે એમ છે. મારો મત વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો છે. જેમાં 114 ગ્રામ પંચાયત છે. એક ગામથી બીજા ગામનું અંતર પણ ખૂબ વધારે છે. જેથી ગામની બહાર બાળકોને શિક્ષણ માટે મોકલવા શક્ય નથી.

વધુમાં તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, વાલીઓ બાળકને શિક્ષણ માટે બીજા ગામે મોકલી શકે તેમ નથી. આ અંગે વાલીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શાળાઓમાં અત્યારે ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે. તમામ બાબતોને જોતા શાળાઓ મર્જ ના કરવી જોઈએ. તેમજ શિક્ષણનું સ્તર સુધારવા માટે શાળાઓમાં વધુ શિક્ષકો મૂકવા જોઈએ.

આ અંગે મિડિયા સાથે વાત કરતાં ધારાસભ્ય કેતન ઈમાનદારે જણાવ્યું હતું કે, મારા મત વિસ્તારમાં 252 સ્કૂલો આવેલી છે. જો શાળાઓ મર્જ કરવામાં આવશે તો બાળકોનો ડ્રોપ રેશિયો હજુ વધશે. શાળાઓ મર્જ કરવામાં આવે તો શાળાઓના બિલ્ડિંગ પણ એમ જ રહેશે જેથી શાળાઓ મર્જ કર્યા વિના વધારાના શિક્ષકોને શાળાઓમાં મૂકવા જોઈએ. જેથી શિક્ષણનું સ્તર સુધરશે. ઉપરાંત શિક્ષકોને સારો પગાર આપવામાં આવે છે તો શિક્ષક પાસેથી બાળકોનું સારું પરિણામ મેળવવું જોઈએ તે માટે શિક્ષકો અને શાળાઓનું મોનીટરીંગ થવું જોઈએ તેવી તેઓએ સરકાર સમક્ષ માંગણી કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud