• શિવજીના દર્શનાર્થે આવતાં ભક્તો માટે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાઈ, 15 હોમગાર્ડ જવાનો વ્યવસ્થા જાળવશે
  • શ્રાવણ મહિનાની શરૂઆત થતાં શિવ મંદીરમાં ભક્તોની ભિડ ઉમટી શકે છે, જેને પહોંચી વડવા માટે તૈયારીઓ હાથ ધરાઈ
  • કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનિટાઈઝના નિયમોનું પણ પાલન કરવાની તૈયારી

WatchGujarat. થોડા દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહે છે. ત્યારે શિવ મંદીરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવશે. પરંતુ કોરોના મહામારીની માત્ર બીજી લહેર સમાપ્ત થઈ છે. તે સંપૂર્ણ પણે સમાપ્ત થઈ નથી. ત્યારે લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. એવામાં શ્રાવણ માસની શરૂઆત થતાં મંદિરોમાં સૌથી વધુ ભીડ જોવા મળશે. આ દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર શહેરના કાશી વિશ્વનાથ મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ વખતે 9 મી ઓગષ્ટે શ્રાવણ મહિનો શરૂ થશે. આગામી સોમવારના દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે શિવ મંદીરમાં ભક્તોની ભારે ભિડ ઉમટી શકે છે. આ ભિડને પહોંચી વડવા માટે વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં અલગથી તૈયારીઓ કરવામાં આવી છે. જે અંગે જાણવા મળતી માહિતી મુજબ મંદિરમાં કોરોનાની સરકારી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનિટાઈઝના નિયમોનું પણ પાલન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મંદિરમાં શિવલિંગ પર દુધના અભિષેક માટે અલગથી કરવામાં આવી વ્યવસ્થા કરાઈ છે. આ સાથે ભક્તોને કોરોના ગાઈડલાઈન પ્રમાણે જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે શિવમંદિરોના ગર્ભગૃહમાં એક સાથે બે વ્યક્તિ જ પૂજા કરી શકશે. તેથી વધારે લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ ફેલાય તે માટે મંદિરમાં આરતી દરમિયાન વધુ શ્રદ્ધાળુઓને ભેગા થવા દેવામાં નહીં આવે. તેમજ ભક્તોએ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશવાનું રહેશે. મહત્વનું છે કે આ વખતે શ્રાવણમાં ખાસ શ્રૃંગાર, આકર્ષક ફ્લોટ અને મોટા કાર્યક્રમ પણ કરવામાં નહીં આવે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શિવજીના ભક્તો વારાફરતી શિવલિંગ પર જળાભિષેક કરી શકશે. તમને જણાવી દઈએ કે મંદિરમાં આ વ્યવસ્થાપણ જાળવવા માટે 15 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. જેથી કોઈ પણ રીતે કોરોના ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન ન થાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud