• સ્માર્ટ સીટી વડોદરામાં વિકાસના દાવાઓ અને હકીકતોમાં ફરક છે તે સૌકોઇ જાણે જ છે
  • શહેરના અકોટા વિસ્તારમાં દંપત્તિને થયેલો વિકાસશીલ વડોદરાનો થયેલો કડવો અનુભવ સીસીટીવીમાં કેદ થયો
  • ચાલુ વરસાદે દંપત્તિ રસ્તા પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે રસ્તા પર પડેલા ખાડામાં આગળનું ટાયર ખુપી ગયું
  • શાસકોએ સમગ્ર ઘટનાનો વિડીયો જોઇને આ પ્રકારની ઘટના કોઇ જગ્યાએ ન બને તેવા પ્રયાસો કરવા જોઇએ

WatchGujarat. સ્માર્ટ સીટીની તર્જ પર વિકાસ કરવા માટે વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હવે વડોદરાનો વિકાસ શહેરીજનોને મારવા માટે બેઠો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, અકોટા વિસ્તારમાં વરસાદ દરમિયાન પસાર થઇ રહેલું દંપત્તિના વાહનનું પહેલું ટાયર ખાડામાં પડે છે. અને તેઓ વાહન પરથી બેલેન્સ ગુમાવીને નીચે પડી જાય છે.

સ્માર્ટ સીટી વડોદરામાં વિકાસના દાવાઓ અને હકીકતો વચ્ચે અંતર છે. તેવા સમયે શહેરના તંત્રની પોલ ખોલતો અને નાગરીકો માટે ચેતવણીરૂપ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં અકોટા વિસ્તારના કેમેરા નં – 5 દ્વારા રેકોર્ડ થયો છે. વિડીયોમાં વરસાદ દરમિયાન અકોટા વિસ્તારમાં એક દંપત્તિ ટુ વ્હીલર પર પસાર થઇ રહ્યું છે. દંપત્તિના વાહનનું આગળનું ટાયર અચાનક ખાડામાં ખુપી જાય છે. અને વાહન પરનું બેલેન્સ ગુમાવીને દંપત્તિ નીચે પડી જાય છે. દંપત્તિ નીચે પડી જવાથી આસપાસના લોકો એકત્ર થાય છે. અને તેમને સ્વસ્થ થવામાં અને રસ્તાની બાજુ પર લઇ જવામાં મદદ કરે છે. સમગ્ર ઘટના 17 જુલાઇનો છે. આ ઘટના પરથી સ્માર્ટ સીટી વડોદરા તંત્ર દ્વારા કરવામાં આવતા રસ્તાના કામોની ગુણવત્તાનો અંદાજો લગાડી શકો છો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વિડીયો અત્યંત ચોંકાવનારો છે. અહિંયા કોઇ પણ પ્રકારનો ખાડો છે તેવી જાણ થતી નથી. અને જેવું ટુ વ્હીલર તેના પરથી પસાર થાય કે તે અંદર ફસાઇ જાય છે. અને ચાલક સંતુલન ગુમાવી દે છે. અને પડી જાય છે. જો આ સમયે પાછળથી કોઇ ભારદારી વાહન આવતું હોય તો અનિચ્છનીય ઘટના પણ બની શકે છે.

શાસકોએ સમગ્ર ઘટનાનો વિડીયો જોઇને આ પ્રકારની ઘટના કોઇ જગ્યાએ ન બને તેવા પ્રયાસો કરવા જોઇએ. જો આમ કરવામાં નહિ આવે તો નિર્દોશ નાગરીકોએ ભોગવવાનો વારો આવી શકે છે. તંત્રએ સ્માર્ટ સીટી માટે વિકાસના દાવાઓની જગ્યાએ હકીકતો પર કામ કરીને જરૂરી સુધારા – વધારા કરવા જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud