WatchGujarat. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર પાસે પાર્ક કરેલી સ્કૂટીમાં સાપ ઘૂસી જતાં અફરા-તફરી મચી ગઇ હતી. જોકે, સ્કૂટીમાં ઘૂસી ગયેલા સાપને જીવદયા સંસ્થાના કાર્યકરે બહાર કાઢી સલામત સ્થળે છોડી દીધો હતો. જીવદયા સંસ્થાના કાર્યકરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્કૂટીમાં ઘૂસી ગયેલ સાપ ન હતો. પરંતુ, પાણીમાં અને જમીન પર ફરતું બીન જેરી ડેંડવું છે. આ ડેંડવું કોઇને નુકશાન પહોંચાડતું નથી. પરંતુ, સાપ જેવું દેખાતું હોવાથી લોકો ગભરાય છે.
https://twitter.com/WatchGujarat/status/1416332342386253827?s=20
મળેલી માહિતી પ્રમાણે શહેરના સુરસાગર પાસે પાર્ક કરેલી સ્કૂટીના સ્ટેરીંગ પાસે સાપ જેવું દેખાતું એક ડેંડવું ભરાઇ ગયું હતું. સ્કૂટી ચાલકની નજર સ્ટેરીંગ ઉપર પડતાં તેને સાપ જેવા દેખાતા ડેંડવા ઉપર પડતાં ગભરાઇ ગયા હતા. અને સ્કૂટી સ્થળ ઉપર મૂકી દૂર જતા રહ્યા હતા. સ્કૂટીમાં સાપ જેવું દેખાતું ડેંડવુ ભરાઇ જતાં સુરસાગર પાસે લટાર મારવા નીકળેલા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. દરમિયાન દરમિયાન આ બનાવની જાણ જીવદયા પ્રેમિ હેમંત વઢવાણાને થતાં તુરતજ તેઓ તેમની ટીમના સભ્ય સંદિપ ગુપ્તા સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને સ્કૂટીના સ્ટેરીંગ પાસે ભરાઇ ગયેલા ડેંડવાને બહાર કાઢી સલામત સ્થળે છોડી દીધું હતું.
મળેલી માહિતી ચોમાસાના સમયમાં નદી કિનારા, તળાવ વિસ્તાર, વરસાદી કાંસ તેમજ ઝાડીઓમાં વસતા સાપ, ડેંડવા જેવા જીવ ખોરાકની શોધમાં નીકળી પડતાં હોય છે. મોટા ભાગે શહેરમાં નીકળતા જીવો બીન ઝેરી હોય છે. જેમાં ખાસ કરીને સાપ જેવા દેખાતા ડેંડવા વધુ પડતાં જોવા મળતા હોય છે. આ ડેંડવા ચોમાસામાં ખોરાકની શોધમાં નીકળી પડે છે. જે ગભરું હોવાથી વ્હિકલો, ઘરની બહાર પડેલા બુટ-ચપ્પલમાં છૂપાઇ જતાં હોય છે.