• ગત તા. 10 જૂનના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી કબડ્ડી પ્લેયર યુવતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
  • યુવતિ સાથે કોલ સેન્ટરમાં કામ કરતા સહકર્મીઓ મિત્રોએ જ તેણીને દારૂ પીવડાવી નશાની હાલતમાં બળાત્કાર ગુજાર્યો
  • પોલીસ બન્ને યુવકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મેળવ્યાં

Watchgujarat. શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતિએ ગત તા. 10 જૂનના રોજ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરતા યુવતિના આપઘાત પાછળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું હતુ. જેમાં યુવતિને તેના જ મિત્રોએ દારૂ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાનુ સામે આવતા પોલીસે બે નરાધમોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

રાજ્ય કક્ષાએ કબડ્ડી રમતી 19 વર્ષીય યુવતિ છેલ્લા 9 મહિનાથી પરિવારથી અલગ રહીં કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. કોલ સેન્ટરમાં સાથે કામ કરતો દિશાંત કહાર અને નાઝિમ મિર્ઝા ગત તા. 8 જૂનના રોજ યુવતિના ઘરે દારૂની બોટલ લઇને પહોંચ્યા હતા. જ્યાં તેમણે દારૂની મહેફીલ માણ્યા બાદ યુવતિ સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન યુવતિનો બોયફ્રેન્ડ આવી પહોંચતા આ બન્ને નરાધમો ત્યાંથી નિકળી ગયા હતા.

જોકે યુવતિની હાલતમાં લથડી હોવાથી પરિવારને જાણ કરાતા પિતા દિકરીને મોડી રાત્રે ઘરે લઇ ગયા હતા. સમાજમાં આબરૂ બગડે તેની ચિંતા કરી પિતાએ દિકરી સાથે બનાવની કોઇને જાણ કરી ન હતી. તેવામાં આઘાતમાં સરી ગયેલી 19 વર્ષીય યુવતિએ ગત તા. 10 જૂનના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવની તપાસ દરમિયાન યુવતિ સાથે બળાત્કાર થયો હોવાનુ તબીબી પરિક્ષણમાં બહાર આવતા પોલીસે બે નરાધમોની ધરપકડ કરી હતી.

આ મુદ્દાઓની પોલીસ હવે તપાસ કરશે

  • દારૂ નાસ્તો વગેરે ક્યાંથી લાવ્યા હતા
  • સાથે નોકરી કરતા હોવાથી અગાઉ સાથે બહાર ગયા હતા કે નહિ તેની વિગતો એકત્ર કરાશે
  • બળાત્કારનું મુખ્યકારણ જાણવા
  • કોલ ડીટેલ મેળવવામાં આવશે
  • આરોપીઓ ટેકનીકલ નોલેજ ધરાવતા હોવાથી તેઓએ કોઇ પુરાવાનો નાશ કર્યો છે કે કેમ ?
  • બળાત્કાર સમયે કોઇ ફોટો વિડીયો ઉતાર્યો છે કે નહિ તે અંગેની તપાસ કરાશે
  • ગુનામાં અન્ય કોઇ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહિ તે અંગે તપાસ કરાશે
  • ભોગ બનનાર સાથે અગાઉ પણ આવું કંઇક કર્યું છે કે કેમ ?
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud