• રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ
  • પારૂલ યુનિવર્સિટીના બે સ્પોર્ટસ કોમ્પલેક્ષનો શુભારંભ કરાવતા રમત-ગમત મંત્રીશ્રી : વાર્તાલાપ કરી વિદ્યાર્થી-રમતવીરોને પ્રોત્સાહિત કર્યા
Gujarat State Minister Ishwar Patel
Gujarat State Minister Ishwar Patel

WatchGujarat. રાજ્યના રમત ગમત  રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે વડોદરા શહેરની ભાગોળે આવેલ પારૂલ યુનિવર્સિટીની બે સ્પોર્ટસ કોમ્પલેક્ષના શુભારંભ કરાવવાની સાથે વિદ્યાર્થીઓ-રમતવીરો સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી પટેલે જણાવ્યું કે, પ્રાચીનકાળથી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં રમત-ગમત અને યોગનુ મહત્વનુ સ્થાન રહ્યુ છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010૦ માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવીને રાજ્યના રમત-ગમત ક્ષેત્રનો પ્રવાહ બદલી નાખ્યો છે. ખેલમહાકુંભ અને રાજ્ય સરકારની રમતવીરો માટે પ્રોત્સહક યોજનાઓના પરિણામે ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યની છ દિકરીઓ ઓલમ્પિકમાં ક્વોલીફાય થઈ છે. જેમાં 3 ઓલમ્પિકમાં અને 3 દિકરીઓ પેરાઓલમ્પિકમાં ભારત દેશનુ પ્રતિનિધિત્વ કરશે. જે ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત છે. આમ, રાજ્ય સરકારીની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે એક સમયે ગુજરાતના લોકોની વેપારી  અને દાળ-ભાત ખાનારી પ્રજા તરીકેની જે માન્યતા હતી તે  હવે ભૂંસાઈ ગઈ છે.રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે.

રાજ્યના આદિવાસી ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાંથી આવતી સવિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તેની પ્રતિભાને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે રૂ. એક કરોડ આપી પુરસ્કૃત કર્યા છે. આ દિકરીના સન્માન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 67 મા જન્મદિવસે નિમિત્તે સહકાર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા રૂ. 67 લાખની ઈનામી રાશી આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારે વર્ગ-1 ની ડીવાયએસપીની જગ્યા ઉપર નોકરી પણ આપી છે. તેમજ રાજ્યના રમતવીરોને પ્રોત્સાહનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને તાલીમ મળી તે માટે રાજ્ય સરકારે શક્તિદૂત યોજના અમલમાં મૂકી છે. જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ રમત-ગમત ક્ષેત્રે પોતાનુ મુકામ બનાવ્યુ છે.

વિદ્યાર્થીઓ-રમતવીરો સાથે સંવાદ કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ કે, નાનપણથી જ સેવાકીય કાર્યો કરવામાં રસની સાથે શોખ પણ હતો. અમારા વિસ્તારમાં સહકારી ધોરણે કામ કરતી સુગર ફેક્ટરીના માત્ર 27 વર્ષની ઉંમરે ચેરમેન બનવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યારે આ ફેક્ટરી રૂ.40 કરોડની ખોટ ચાલતી હતી. આ ફેક્ટરીનુ તમામ દેવુ ભરપાઈ કરી દેવામુક્ત કરી જેથી ખેડૂતોને પગભર બનાવાની સાથે આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી શક્યા હતા. સાથે જ મંત્રીએ લક્ષ્ય નક્કી કરીને કોઈ પણ ક્ષેત્રે આગળ વધાવા,  સમર્પિત ભાવ સાથે સફળતા માટે પ્રયાસ કરવા અને એક સિદ્ધિ પ્રાપ્ત થઈ પછી પણ રોકાયા વગર સતતને આગળ વધાવા વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud