કોરોનાની પ્રથમ અને બીજી વેવમાં એસ.એસ.જી હોસ્પિટલ અને GMERS ગોત્રી સરકારી કોવિડ કેર ફેસિલિટી ઉભી કરવામાં આવી હતી
સયાજી હોસ્પિટલ ના કોવીડ વોર્ડમાં છેલ્લા બે – ત્રણ દિવસથી એક પણ દર્દી કોરોનાને સારવાર માટે દાખલ નહિ થયાની સુખદ ઘટના બની
18 મહિના બાદ એસએસજી હોસ્પિટલનો કોરોના વોર્ડ થયો ખાલી
આજરોજ એસએસજી હોસ્પિટલના કોરોના વોરીયર્સના સ્ટાફે ગરબે ધુમી, મીઠાઇ વહેંચી
WatchGujarat. કોરોનાની પ્રથમ અને બીજી વેવમાં શહેર તથા રાજ્યમાં ક્યારેય નહિ જોયેલી મેડિકલ કટોકટી જેવી સ્થિતી સર્જાઇ હતી.જો કે ગુજરાત સરકારે અને ડોક્ટરોના અથાગ મહેનતથી કોરોનાની ઘાતક બીજી વેવ પર કાબુ મેળવાયો છે. હવે શહેર અને રાજ્યનું જન-જીવન પુનઃ ધબકતું થયું છે. તેવા સમયે માધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસ.એસ.જી હોસ્પિટલ માંથી સારા સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી એક પણ કોરોનના પોઝિટિવ દર્દીઓ નહિ આવવાના કારણે કોરોના વોરિયર્સ દ્વારા ઉજવણી કરર્વામાં આવી હતી.
https://youtu.be/UH--rL_R-g8
કોરોનાની પ્રથમ અને બીજી વેવમાં એસ.એસ.જી હોસ્પિટલ અને GMERS ગોત્રી સરકારી કોવિડ કેર ફેસિલિટી ઉભી કરવામાં આવી હતી. કોરોનાની બીજી ઘાતક વેવમાં સરકારી હોસ્પિટલ ફૂલ થઇ જવાના કારણે, સમરસ હોસ્ટેલમાં કોવિદ કેર શરુ કરવું પડ્યું હતું. જોકે હવે બીજી વેવ શાંત થઇ ગઈ છે. અને કોરોનાના કસો સંપૂર્ણ નિયંત્રણમાં આવી ગયા છે.કોરોનાના કેસો પણ શહેરમાં એકી સંખ્યા સુધી આવી પહોંચ્યા હતા.ત્યારે વડોદરા માંથી સારા સમાચાર આવી ગયા છે.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ નો વ્યાપ વડોદરા શહેરમાં ઘટી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ના કોવીડ વોર્ડમાં છેલ્લા બે – ત્રણ દિવસથી એક પણ દર્દી કોરોનાને સારવાર માટે દાખલ નહિ થયાની સુખદ ઘટના બની હતી. એસએસજી હોસ્પિટલમાં માર્ચ-2020 માં કોરોનાનો પ્રથમ દર્દી દાખલ થયો હતો. ત્યારથી લઇને ગઇકાલ સુધી દર્દીની સંખ્યા હત. જો કે, 18 માસ બાદ આજરોજ કોરોના વોર્ડ ખાલી થયો હતો. જેને લઇને એસએસજી હોસ્પિટલમાં કોરોના વોરીયર્સ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશી વહેંચવામાં આવી હતી. એટલું જ નહિ કોરોના વોર્ડ નજીક જ વોરીયર્સે એકત્ર થઇને ગરબા પણ રમ્યા હતા. જો આમ જ ચાલશે તો કોરોના વોર્ડમાં તાળું મારી દેવું પડે તેવો વારો પણ આવી શકે છે.
અત્રે ઉલ્લેખીય છે કે, કોરોનાની પ્રથમ અને બીજી વેવમાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજના કોરોના વોરીયર્સ દ્વારા અથાગ મહેનત કર્યો હતો. જેને કારણે હાલ શહેર કોરોનામાંથી બહાર આવવામાં સફળ થયાની સ્થિતી સર્જાઇ છે. જો કે, લોકોએ કોરોનાની સ્થિતીને સહેજ પણ હળવાશથી લેવાની જરૂર નથી. કોરોના પર કાબુ મેળવાયો છે. હજી આપણે કોરોના મુક્ત થયા નથી. જ્યાં સુધી કોરોનાથી સંપુર્ણ આઝાદી ન મળે ત્યાં સુધી કોરોનાથી બચવાના ઉપાયો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જોઇએ. એટલું જ નહિ કોરોનાની વેક્સીન લેવાની સાથે અન્યને પણ લેવા માટે પ્રેરીત કરવા જોઇએ.