• ગતરોજ વડોદરાની સયાજી હોસ્પિટલ પરિસરમાં પીએમ રૂમ સામે કુતરૂ માનવ અંગને તાણીને લાવ્યું હતું જે અંગેનો અહેવાલ સૌ પ્રથમ watchgujarat.com માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો
  • અહેવાલ પ્રસિદ્ધ થયાના બીજા દિવસે તંત્ર એક્શનમાં આવ્યું અને તપાસનો આદેશ આપી દેવાયા
  • માનવ અંગ હોય તો એક સીરીયસ મેટર છે. અને અમે તે અંગે તપાસ કરીશુ અને કોઇ કસુરવાર જણાશે તો પગલા પણ લઇશું – ડો. રંજન ઐયર, સુપ્રીટેન્ડેન્ટ – એસએસજી હોસ્પિટલ 
તસ્વીરોમાં જોઇ શકાય છે કે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર કુતરૂ માનવ અંગને આરોગી રહ્યું છે.

WatchGujarat. મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં કુતરૂ માનવ અંગને તાણી લાવીને આરોગતું જોવા મળ્યાનો અહેવાલ ગતરોજ watchgujarat.com  દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ઘટનાના બીજી દિવસે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે તપાસના આદેશ આપ્યા છે.

વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલમાં સૌથી મોટી કોવિડ કેર ફેસીલીટી શરૂ કરવામાં આવી હતી. અને વડોદરા તથા આસપાસના વિસ્તારમાંથી આવતા લોકોને સારવાર આપવામાં આવી હતી. ગતરોજ એસએસજી હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. એસએસજી હોસ્પિટલના પરિસરમાં પીએમ રૂમ સામે કુતરૂ માનવ અંગને તાણીને લાવ્યું હતું. અને તેને જાહેરમાં આરોગી રહ્યું હતું. ઘટનાનો અહેવાલ watchgujarat.com માં પ્રસિદ્ધ થથા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઘટનાના બીજા દિવસે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે વિડીયોના માધ્યમથી મહત્વની જાહેરાત કરી હતી. વિડીયોમાં ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, એક વિડીયો કુતરૂ એક રક્ત રંજીત ભાગને લઇને કમ્પાઉન્ડમાં ફરતું હોય તેવો મને પુષ્ટિ માટે મોકલવામાં આવ્યો છે. વિડીયો ખરેખર સયાજી હોસ્પિટલનો છે કે નહિ, સયાજી હોસ્પિટલનો છે તો હોસ્પિટલના કયા ભાગમાં આ ઘટના બની છે. તથા એ ખરેખર માનવ શરીરનો અંગ છે કે બેન્ડેજનો ભાગ છે એ અંગે પુષ્ટિ કરવાની રહી. આ અંગે તપાસ કરવા માટે મેં આર.એમ.ઓ સાહેબને વિનંતી કરી છે. અને પુરતી તપાસ પછી આ વિડીયો અંગે કંઇ કહી શકીએ. જો ખરેખર માનવ અંગ હોય તો એક સીરીયસ મેટર છે. અને અમે તે અંગે તપાસ કરીશુ અને કોઇ કસુરવાર જણાશે તો પગલા પણ લઇશું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud