• અગાઉ કેટલીક વખત એસએસજી હોસ્પિટલમાં માતા દ્વારા સંતાનોને જન્મ બાદ ત્યજી દેવામાં આવ્યાની ઘટના સામે આવતી હતી
  • તાજેતરમાં શહેરના બરાનપુરા વિસ્તારમાંથી માનવના ભ્રુણ જેવા દેખાતા અવશેષો મળી આવતા મચી ચકચાર
  • સંભવિત રીતે આ માનવ જેવું દેખાતુ પશુનું ભ્રુણ મળી આવવાની આ પ્રથમ ઘટના હોઇ શકે છે
  • માનવ ભ્રુણનું પ્રાથમિક પરીક્ષણ કરતા તે માનવનું નહિ હોવાનું ધ્યાને આવ્યું હતું – એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે
  • માનવ જેવું દેખાતું ભ્રુણ વાંદરાનું હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે

WatchGujarat. બરાનપુરા વિસ્તારમાંથી માનવભ્રુણ જેવું મળી આવતા સ્થાનિકો તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જો કે, મોડી સાંજે પ્રાથમિક તપાસમાં માનવ ભ્રુણ જેવું દેખાતું માનવું નહિ હોવાની પ્રાથમિક પુષ્ટિ થઇ હતી. રસ્તા બાજીથી મળી આવેલુ ભ્રુણ વાંદરાનું હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.

શહેરમાં અનેક વખત માતા દ્વારા નવજાતને ત્યજી દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અને તેવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા માતા – પિતાની શોધખોળ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક એવા કિસ્સા પણ સામે આવે છે જ્યારે સરકારી હોસ્પિટલમાં માતા દ્વારા બાળકને જન્મ આપ્યા બાદ ત્યજી દેવામાં આવ્યું હોય. તાજેતરમાં જ એસએસજી હોસ્પિટલમાં માતા દ્વારા નવજાતને ત્યજી દેવામાં આવ્યાની ઘટના સામે આવી હતી.

સોમવારે શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી વિજ કંપનીની ઓફિસ પાસેથી માનવભ્રુણ જેવું મળી આવ્યું હતું. માનવભ્રુણ જેવું દેખાતું હોવાને કારણે સ્થાનિકો દ્વારા તાત્કાલિક તેને એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતું. જ્યાં તેનું પ્રાથમિક પરિક્ષણ કરતા કંઇક નવી જ હકીકત સામે આવી હતી.

સોમવારે સવારે મળી આવેલા માનવભ્રુણની તપાસ અંગે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે WatchGujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે સવારે માનવ ભ્રુણ જેવું હોસ્પિટલ ખાતે આવ્યું હતું. જેનું પ્રાથમિક પરીક્ષણ કરતા તે માનવનું નહિ હોવાનું ધ્યાને આવ્યું હતું. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. અને વધુ તપાસ બાદ મામલો વધુ સ્પષ્ટ થશે.

માનવ જેવું દેખાતું ભ્રુણ વાંદરાનું હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે, સત્તાધીશો દ્વારા આ મામલે કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલમાં અનેક બેદરકાર માતાઓ તેમના સંતાનોને જન્મ આપીને નાસી છુટી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આજે સવારે ભ્રુણ મળી આવવા મામલે મોડી સાંજે ચોંકાવનારી શક્યતા લોકો સામે આવી હતી. સંભવિત રીતે આ માનવ જેવું દેખાતુ પશુનું ભ્રુણ મળી આવવાની આ પ્રથમ ઘટના હોઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud