• બીજી વેવમાં હોસ્પિટલો ફુલ થઇ જવાને કારણે વડોદરામાં આવેલી સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર શરૂ કરવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું
  • તબિબો અને સરકારના પ્રયાસોથી માંડ સ્થિતી થાળે પડી છે
  • ગત રોજ માહિ રીસોર્ટમાં લોકો કોરોનાને ભુલીને જશન મનાવતા પોલીસે રેડ કરીને તમામ સામે કાર્યવાહી કરી
  • આજે ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ધરાવતી એસએસજી હોસ્પિટલમાં લોકો કોરોનાને ભુલીને એકત્ર થયા

WatchGujarat. મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સરકારી ફેસીલીટીમાં ડેડીકેટેડ કોવિડ કેર શરૂ કરવામાં આવ્યા હતા. કોરોનાનું જોર ધીરૂ પડતા જ લોકો બેદરકાર બની રહ્યા છે. એસએસજી હોસ્પિટલના પરિસરમાં સંસ્થા દ્વારા આપવામાં આવતા નિશુલ્ક ભોજન વ્યવસ્થા સ્થળ પર લોકો કોરોનાને ભુલાવીને ભીડ થઇને એકત્ર થયા હતા. જેને લઇને લોકો આડકતરી રીતે કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં કોરોનાની બીજી વેવની ઘાતકતા વધારે જોવા મળી હતી. બીજી વેવમાં હોસ્પિટલો ફુલ થઇ જવાને કારણે વડોદરામાં આવેલી સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર શરૂ કરવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. કોરોનાની બીજી વેવમાં ઓક્સિજન, સારવાર માટે જરૂરી ઇન્જેક્શન, આઇસીયુ બેડ સહિતની ભારે મુશ્કેલી સર્જાઇ હતી. તબિબો અને સરકારના પ્રયાસોથી માંડ સ્થિતી થાળે પડી છે. ત્યારે હવે લોકો જાણે કોરોના છે જ નહિ તેવી રીતે બેદરકારી દાખવી રહ્યા છે. ગત રોજ માહિ રીસોર્ટમાં લોકો કોરોનાને ભુલીને જશન મનાવવા પહોંચ્યા હતા. જો કે, મામલાની જાણ થતા પોલીસે રેડ કરીને તમામ સામે કાર્યવાહી કરી હતી.

ઘટનાના બીજા દિવસે સરકારી ફેસીલીટીમાં કોવિડ કેસ ધરાવતી એસએસજી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેરની પાછળ બનાવવામાં આવેલા ડોમમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારે થતા દર્દીઓના પરિજનોના બેસવા માટે ડોમની વ્યવસ્થા કરી હતી. કોરોના કેસો પર નિયંત્રણ આવતા હવે કોરોનાના દર્દીઓના મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

હાલ ડોમમાં લોકોને સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને નિશુલ્ક જમવાનું પુરૂ પાડવામાં આવે છે. આજે બપોરે જમવાનું મેળવવા માટે ડોમમાં લોકોની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડોમમાં કોરોનાની ગાઇડલાઇનનું મોટી સંખ્યામાં ઉલ્લંઘન જોવા મળ્યું હતું. લોકોની બેદરકારીને કારણે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જે જગ્યાએ એક સમયે મોટી સંખ્યામાં લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, ત્યા આજે કેસોમાં ઘટાડો થતા આજે સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. કોરોના સામે લોકોની બેદરકારી જીવલેણ નિવડી શકે છે. કોરોના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ લોકો બેદરકારી દાખવશે તો ફરી કોરોનાના કેસોમાં ઉછાળો આવી શકે છે. અને તમામે સરકારના કડક નિયમો વચ્ચે જીવવાનો વારો આવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud