• કોરોના બાદ મ્યુકરમાઇકોસીસના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે
  • મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં પ્રથમ વખત રોગ સામે તૈયારી કરવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
  • એસ.એસ.જી. હોસ્પિટલમાં 205 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે
  • મ્યુકરમાઈકોસિસના ઈલાજમાં અસરકારક લાયપોઝોમલ એમ્ફોટેરેસનનો જથ્યો રાજ્ય સરકાર દ્વારા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે

Watchgujarat. દિનપ્રિતિદિન કોરોના સંક્રમિતોની ઘટાડાની સાથે મ્યુકરમાઈકોસિસ નામની ફૂગજન્ય બિમારીએ માથુ ઉચક્યું છે. જેની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકારે મ્યુકરમાઈકોસિસને મહામારી તરીકે જાહેર કરી છે. તેવી સ્થિતિમાં વડોદરા શહેરની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ દ્વારા આગોતરી કાળજી લેવાની શરૂઆત કરી દીધી હતી. મ્યુકરમાઈકોસિસથી પડિત દર્દીઓની ઉચિત સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી રંજન અય્યરે રાજ્યમાં સૌ પ્રથમ તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરી હતી. જેના પરિણામે આજે દર્દીઓની સુચારૂ અને યોગ્ય રીતે સારંવાર થઈ રહી છે.

એસ.એસ.જી. હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 446 જેટલા દર્દીઓએ સારવાર મેળવી

એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી રંજન અય્યર કહે છે કે,  કોવિડ-૧૯ પ્રકોપથી દિનપ્રિતિદિન બહાર આવી રહ્યા છે. એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ કોવિડ સારવાર મેળવ્યા બાદ અમુક દર્દીઓમાં ખાસ કરીને જેમણે કોવિડની સારવાર દરમિયાન સ્ટીરોઈડ અને ઓક્સિજન થેરાપી પર મૂકવામાં આવેલા દર્દીઓ મ્યુકરમાઈકોસિસ ભોગ બન્યા હોવાનુ  સામે આવ્યું છે. આમ, મ્યુકરમાઈકોસિસ થોડો પ્રકોપ વધ્યો છે. હાલ, એસ.એસ.જી. હોસ્પિટલમાં 205 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 446 જેટલા દર્દીઓએ મ્યુકરમાઈકોસિસની સારવાર મેળવી છે. જેમાંથી 34 જેટલા દર્દીઓમાં આ ફૂગ એટલી હદે વકરી ગઈ હતી કે, તેમનુ ઓપરેશન કરીને આંખ પણ કાઢવી પડી હતી.

મ્યુકરમાઈકોસિસથી પિડિત દર્દીઓની સારવાર કરવા માટે એસ.એસ.જી. હોસ્પિટલમાં બે યુનિટ કામ કરી રહ્યા છે. જેમાં 17 નિવાસી, 5 જેટલા કન્સલટન્ટ તબીબો અને મેડીકલ ઓફિસર તેમજ અન્ય આરોગ્યકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. દૈનિક 40 થી 45 જેટલી સર્જરી કરવામાં આવી રહી છે.

મ્યુકરમાઈકોસિસની ઉચિત સારવાર માટે રાજ્ય સૌ પ્રથમ ટાસ્ક ફોર્સની રચના

મ્યુકરમાઈકોસિસ બિમારીની ગંભીરતાને જોતા અને મ્યુકરમાઈકોસિસની સંકલિત અને ઉચિત  સારવાર માટે એસ.એસ. જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં પહેલરૂપ નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરી હતી. જેમાં ઓપ્લો પ્લાસ્ટિક, ન્યુરો, ઈએનટી, મેક્ઝીલો ફેસીયલ સર્જન અને ફીજીસિયનનો સમાવેશ થાય છે. આ ટાસ્ક ફોર્સના વડા તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ મેડીસિનના વડા રૂપલ દોશીને નિમવામાં આવ્યા છે.  તેમ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રંજન અય્યરે જણાવ્યું હતું.

મ્યુકરમાઈકોસિસ એક સિસ્ટેમિક રોગ છે, જેમાં વિવિધ તબીબી શાખાના ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર કરવામાં કરવામાં આવતી હોય છે. ખાસ કરીને એક ફિજીસિયનની ખૂબ અગત્યતા હોય છે. મ્યુકરમાઈકોસિસ સારવારમાં દર્દીઓને આડઅસર ધરાવતી દવાઓ આપવાની થતી હોય છે. જેમાં એમ્ફોટેરેસન-બી ઈન્જેક્શન દર્દીઓને આપવામાં આવતા હોય છે. ઘણી વખત આ દવાથી કીડની-ગુરદાને નુકસાન થતુ હોય છે. જ્યારે એમ્ફોટેરેસન-બી આપવામાં આવે ત્યારે ખૂબ સાવચેત રહેવુ પડતું હોય છે. દર્દીઓના રીનલ ફંકશનની સતત દેખરેખ રાખવી પડતી હોય છે. આ ઉપરાંત ઘણી આડઅસર થતી હોય છે.

મ્યુકરમાઈકોસિસના ઈલાજમાં લાયપોઝોમલ એમ્ફોટેરેસન અસરકારક: રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે જથ્યો

મ્યુકરમાઈકોસિસના ઈલાજ એમ્ફોટેરેસન-બી કરતાં પણ વધુ અસરકારક કહી તેવી લાયપોઝોમલ એમ્ફોટેરેસનનો જથ્યો રાજ્ય સરકાર દ્વારા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દવા એમ્ફોટેરેસન-બી કરતાં પાંચ ગણી મોંઘી હોય છે. જે મ્યુકરમાઈકોસિસની સારવારમાં એક ઘટક તત્વ છે,  જેના ડોઝ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મ્યુકરમાઈકોસિસ બિમારીમાં પ્રાથમિક તબક્કે જ નિદાન કરવામાં આવે તો મેજર સર્જરીથી બચી શકાય છે. તેમ શ્રી રંજન અય્યરે ઉમેર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud