• બાયોમેડિકેલ અને ઓક્સિજનના રૂમમાં ચોરી થઇ હોય તેની શંકા
  • બાયોમેડિકેલ અને ઓક્સિજનના રૂમમાં ઘણો સામાન અસ્ત-વ્યસ્ત મળી આવ્યો હતો
  • તાજેતરમાં લગાવેલા સી.સી.ટી.વી કેમેરા પણ નીચે પડેલી હાલતમાં મળી આવ્યા હતા
  • ચોરી થયેલા મુદ્દા માલ અંગે હોસ્પિટલના સ્ટાફ દ્રારા ગણતરી શરૂ કરવામાં આવી
  • સમગ્ર મામલે રાવપુરા પોલીસને જાણ કરાતા વધુ તપાસ શરૂ કરી

WatchGujarat. મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વડોદરાની એસએસજી હોસ્પિટલ છે. એસએસજી હોસ્પિટલમાં કોરોનાના હજારો દર્દીઓને અત્યાર સુધીમાં સારવાર આપવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલના મેડીકલ વર્કશોપમાં આજરોજ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં વર્કશોપની દીવાલમાં બાકોરૂ પાડીને ચોરી થઇ હોવાનું સીસીટીવીમાં ચોર નજરે પડ્યો હતો. એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ ચોરીના મુદ્દામાલની ગણતરીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે રાવપુરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળેપ પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

સમગ્ર મામલે એસ.એસ.જી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.જાગૃતિબેન ચૌધરીના જણાવ્યા અનુસાર એસ.એસ.જી હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ વર્કશોપ આવેલું છે. જ્યાં બાયોમેડિકલ ઉપકરણોનું એન્જીન્યર દ્વારા રીપેરીંગ કામ કરવામાં આવે છે. અને કામ સમાપ્ત થયા બાદ રોજ તે રૂમને રાત્રે લોક કરી દેવામાં આવે છે.

જેથી આજે વહેલી સવારમાં હોસ્પિટલનો સ્ટાફ બાયોમેડિકેલ વર્કશોપ ખાતે પહોંચ્યો ત્યારે તેમને રૂમના દરવાજે લાગેલું લોક તૂટેલી હતાલતમાં મળી આવ્યું હતું. અને તે રૂમની અંદર જતા અંદરનો સમાન અસ્ત-વ્યસ્ત જોવા મળ્યો હતો. સાથે જ તે રૂમમાં એક બાકોરું પણ મળી આવ્યું હતું. જેથી સટાફ ને ચોરી થઇ હોય તેની શંકા ગઈ હતી. તે ઉપરાંત તાજેતરમાં બાયોમેડિકેલ રૂમની અંદર લગાવામાં આવેલા સી.સી.ટી.વી કેમેરા પણ નીચે પડેલા મળ્યા હતા. સમગ્ર મામલે સ્ટાફ ગભરાઈ જતા બાજુમાં આવેલા ઓક્સિજન રૂમની તાપસ કરી હતી અને તેના દરવાજ પર લાગેલું લોક પણ તૂટેલી હાલતમાં મળી આવું હતું.

આ સમગ્ર મામલે મેડિકલ ઓફીસર ડો.જાગૃતિબેન ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઓક્સિજન સિલિન્ડર એન્ડ વગેરે જેવા જરૂરિયાત ઉપકારનો જેવા હતા તેવા જ છે. અને કોઈ ચીજ વસ્તુની કચોરી થઇ હોય તેની પ્રાથમિક તબ્બકે જાણ થતી નથી. પરંતુ વધું તાપસ હાથ ધરતા પહેલા અમે પોલીસ વિભાગને જાણ કરી હતી. જેથી સમગ્ર મામલે પોલીસ તાપસ કરશે અને તે બાદ જાણવા મળશે કે આ કાવતરા પાછળનો રહસ્ય શું છે.

આ સમગ્ર મામલે એ જોવાનું રહે છે કે, માધ્ય ગુજરાતનું સૌથી મોટા હોસ્પિટલ માનું એક એસ.એસ.જી હોસ્પિટલમાં સિક્યુરિટીનો મોટો સ્ટાફ તહેનાત હોય છે. પરંતુ આપણે જાણ્યે છે સરકારી હોસ્પિટલની લાલિયાવાડી વિશે તો ચોરી થઇ તે સમયે સિક્યુરિટીનો સટાફ શું કરતો હતો? શું તેમને આ બનાવ વિશે કોઈ જાણ ન થઇ ? આ અનેક પ્રશ્નો ઘણા લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ બનવું વિશે પ્રાથમિક ધોરણે રાવપુરા પોલીસે નોંધ કાર્ય બાદ આગળની કર્યાવહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud