• મંગળવાર 8 જૂનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાશે
  • રાજ્યમાં કોરોના નો કહેર હળવો થતાં પ્રવાસન ધામ શરૂ કરવાનો સરકારનો નિર્ણય
  • 8 તારીખથી SOU, જંગલ સફારી સહિતના સ્થળો ખુલ્લા મુકવાની જાહેરાત બાદ ઓનલાઇન ટિકિટ સાથે હોટલોમાં પણ બુકિંગ શરૂ
  • એપ્રિલમાં કોરોનાના કેસો અને મૃત્યુ આંકના હાહાકાર વચ્ચે SOU ઉપર રોજ માત્ર 16 થી 30 જેટલા જ પ્રવાસી ઊમટતા અનેક વિરોધ અને ટીકા ટિપ્પણી બાદ બંધ કરાયું હતું
Statue of Unity

WatchGujarat. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા સરકાર દ્વારા જાહેર સ્થળો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે કોરોનાના ડરને લઈને લોકો પણ ઘરની બહાર કે અન્ય જાહેર સ્થળો પર જવાનું પસંદ નહોતા કરતા. જેથી SOU વહીવટ તંત્ર દ્વારા ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

હવે મંગળવારે 8 તારીખથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી શરૂ થશે. જેના માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પ્રવાસીઓને આવકારવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. લોકો ઓનલાઇન ટિકિટ બુક કરી રહ્યા છે. એટલું જ નહીં હોટલો અને ટેન્ટસિટીમાં પણ પ્રવાસીઓની બુકિંગ અંગે ઇન્કવાયરી શરૂ થઈ ગઈ છે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી ડરના માહોલમાં રહેલા લોકો મન હળવું કરવા પ્રવાસન સ્થળો પર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

કોરોના કાળ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજના 10થી 15 હજાર પ્રવાસીઓ આવતા હતા. પરંતુ ગત માર્ચ 2020માં કોરોનાની પ્રથમ લહેરના કારણે લગભગ 6 મહિના સ્ટેચ્યુ બંધ રખાયું હતું. બીજી લહેર માર્ચ 2021માં આવી ત્યારે પ્રવાસન સ્થળ ખુલ્લુ રાખવામાં આવ્યું હતું પણ પ્રવાસીઓ ઓછા આવતા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું.

હવે પુનઃ પ્રવાસીઓ આવતા 8 જૂનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. હાલમાં ટિકિટ માત્ર ઓનલાઈન જ બુકિંગ કરવામાં આવી રહી છે .ઓફલાઈન ટિકિટ પ્રવાસીઓની આવક જોતા સિઝનમાં ચાલુ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું થવાની શક્યતા વચ્ચે નાની મોટી લારી ચલાવનારાઓ, હોટલ સંચાલકો પણ તૈયારીમાં લાગી ગયા છે. છેલ્લા સવા વર્ષથી કોરોનાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલી હોટલો, ચા-નાસ્તાની લારી વાળાઓનો ધંધો બંધ થઈ ગયો હતો.

પ્રવાસીઓની હોટલમાં ઈન્કવાયરી શરૂ થઈ

SOU સાથે તમામ સ્થળો 8 જૂનથી શરૂ થઈ રહ્યાં છે. ઓનલાઇન ટિકિટ બુક થવાની ચાલુ થઈ ગઈ છે. તેની સાથે અમારા હોટલ ઉદ્યોગ પણ ચાલુ થઈ જશે. હાલ પ્રવાસીઓની ઈન્કવાયરી ચાલુ થઈ ગઈ છે. કેટલા પ્રવાસીઓએ બુકિંગ પણ કરાવ્યું છે. ચોમાસાની સિઝન માટે નર્મદા જિલ્લો ખૂબ લોક પ્રિય છે, ત્યારે પ્રવાસીઓ સૌથી વધુ કેવડિયા આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમે પ્રવાસીઓને હોટેલમા આવકારવા સજ્જ બન્યા છીએ તેમ મનોજ મહારાજ મેનેજર, રામાડા એન્કોર  કેવડિયાએ જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud