• છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામના રતનભાઇ તડવીને બોડેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • આજે સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળની નાની બારીમાંથી પડી જતા જીવ ગુમાવ્યો
  • સ્વજનોએ સવાલો ઉઠાવ્યા, નાનકડી બારીમાંથી નીચે કૂદીને કેવી રીતે આપઘાત કરી શકે

Watchgujarat. રવિવારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ હોસ્પિટલના ત્રીજા માળેથી પડી જતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હજી સુધી દર્દીની આત્મહત્યાનું કારણ અકબંધ છે. જો કે દર્દીના સ્વજને હોસ્પિટલ તંત્ર પર બેદરકારીના આક્ષેપો લગાડ્યા હતા.

દર્દી ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હતા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામના રતનભાઇ તડવી (ઉં- 46)ને બોડેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે ત્યાંથી વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હતા. છેલ્લા કેટલાય દિવસથી સગા દર્દી સાથએ વાત કરવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ અનેક પ્રયાસો બાદ જ તેમની સાથે વાત થઇ શકતી હતી. આ દરમિયાન આજે સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળની નાની બારીમાંથી પડી જતા તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો

ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. સ્ટર્લીંગ હોસ્પિટલ ના ત્રીજા માળ પરથી નાની બારીમાંથી છલાંગ લગાવી દર્દી કેવી રીતે કુદી શકે તેનું રહસ્ય હાલ વણઉકેલ્યું છે.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં 8 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા

મૃતક રતનભાઇ તડવી GEBમાં નોકરી કરતા હતા. તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં 8 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે આઇસીયુના ત્રીજા માળ પરથી નીચે પટકાયા હતા. જોકે, તેમના સ્વજનોએ સવાલો ઉઠાવતા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, નાનકડી બારીમાંથી નીચે કૂદીને કેવી રીતે આપઘાત કરી શકે. જો કે સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ જ વધુ સ્પષ્ટ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud