રમેશ ગલસર સામે ACB હેઠળની કલમનો ગુનો નોંધાતા પશ્ચિમ કચ્છ-ભૂજ ખાતે બદલી કરી કરવામાં આવી હતી
દિવાળી પૂર્વે મુંબઇના યુવક સામે પ્રોહિબીશનનો ગુનો નહીં કરવા રૂ. 20 હજાર પડાવી લીધા હતા.
યુવકની કારમાંથી મોબાઇલ અને એપ્પલ વોચ પણ ગાયબ કરી દેવામાં આવી હતી.
WatchGujarat પોલીસ અધિકારી હોય કે કોન્સ્ટેબલ તેને ખુશ રાખવા માટે કેટલાક લોકો કાયમ તત્પર હોય છે. પોલીસ કર્મીની તમામ જરૂરીયાત અને સેવાઓ પુરી પાડવામાં આવા લોકો અવ્વલ હોય છે. તેવું જ કંઇક કોન્સ્ટેબલ રમેશ ગલસરના કિસ્સામાં સામે આવ્યું છે. કોન્સ્ટેબલ હોવા છતાં IPS જેવો રોફ જાડવા માટે સ્કોર્પિયો કારમાં બે લોકોને કાયમ સાથે રાખતો હતો. મુબંઇના યુવક સાથે બનેલી ઘટના સમયે પણ રમેશ ગલસર અને તેના મળતીયાઓ દ્વારા આજ સ્કોર્પિયો કારનો ઉપ્યોગ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે ગુનાના કામે વપરાયેલી કાર કબજે અને 4444 નંબરની સ્કોર્પિયો ભાજપના અગ્રણીની હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ગત તા. 13 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે તોડબાજ કોન્સ્ટેબલ રમેશ ગલસર બીલ - ચાણસદ રોડ પર સ્કોર્પિયો કાર અને બે કહેવાતા સેવકોને લઇને ઉભો હતો. દરમિયાન મુંબઇથી રાજસ્થાન જઇ રહેલા અમિતકુમારની કારને રમેશ ગલસરે રોકી હતી. અને કારની તલાસીમાં દારૂની 2 બોટલો મળી આવતા ચાલક પર કેસ કરવાની ધમકી આપી હતી. એન્જિનીયરે મામલાની પતાવટ માટે રૂ. 20 હજારની અલગ અલગ રીતે ચુકવણી કરી હતી. તથા કારમાંથી ગુગલ પીક્સલ ફોન અને એપ્પલ વોચ ગાયબ કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે એન્જિનીયરે તત્કાલીન પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટ અને એ.સી.પી એસ.બી કુંપાવતને ઇમેલ મારફતે ફરીયાદ કરી હતી. જેથી તોડબાજ રમેશ ગલસર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
માંજલપુર પોલીસ સ્ટેશનના તોડબાજ કોન્સ્ટેબલ રમેશ ગલસર સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યાં હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતા કોન્સ્ટેબલને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હાલ જામીન મુક્ત થયેલા રમેશ ગલસરે કરેલા ક્રૃત્યના કારણે સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાઇ હતી. જેના પરિણામે શહેર પોલીસ કમિશનરે આ મામલે ગંભીરતા દાખવતા તોડબાજ રમેશ ગલસરની પશ્ચિમ કચ્છ - ભુજ ખાતે બદલી કરી હતી. ત્યાર બાદ તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
પોલીસે તોડબાજ કોન્સ્ટેબલ રમેશ ગલસર દ્વારા તોડપાણી કરતી વેળાએ ઉપયોગમાં લેવાયેલી કાર જપ્ત કરી છે. જોકે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રમેશ ગલસર જે સફેદ રંગની 4444 નંબરની સ્કોર્પિયો કાર લઇને રોફ જાડતો હતો, તે કાર ભાજપ અગ્રણી રાજુ ઠક્કરની હોવાનુ જાણવા મળી રહ્યું છે. રમેશ ગલસર સાથે કારમાં ફરતા તેના બે સાગરીતોની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.