• સ્વિટી પટેલની હત્યા કર્યા બાદ પી.આઇ અજય દેસાઇએ કિરીટસિંહને સવારે ફોન કરી કહ્યું “બહેનને મારી નાખી છે અને લાશ લઇ આવ્યો છું”
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ટ્રોગેશનમાં કિરીટસિંહએ વટાણા વેરી દીધા અને બીજી તરફ દેસાઇએ ગુનાની કબુલાત કરી લીધી
  • અજય દેસાઇ સ્વિટીની લાશને બાળી રહ્યો હતો ત્યારે કિરીટસિંહ વૈભવ હોટલમાંથી તમામ દ્રશ્યો જોઇ રહ્યાં હતા.
  • કોઇને શંકા ન જાય તે માટે પી.આઇએ પોતે નહીં પણ સ્વિટીના ભાઇ પાસે કરજણ પોલીસમાં જાણવા જોગ દાખલ કરાવી

ચિંતન શ્રીપાલી. વડોદરા જિલ્લા SOG પી.આઇ અજય દેસાઇની પત્ની સ્વિટી પટેલ ગુમ થયા મામલે સમગ્ર રાજ્યમાં ચકચારી મચી હતી. વ઼ડોદરા જિલ્લા પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા કોઇ સફળતા ન મળતા આખરે ચકચારી કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી. જેના માત્ર 72 કલાકમાં સ્વિટી પટેલ ગુમ નહીં પરંતુ તેની હત્યા અજય દેસાઇએ કરી હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઇમે કર્યો હતો.

કંઇ રીતે અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ વચ્ચે મિત્રતા થઇ હતી

વર્ષો પહેલા કિરીટસિંહ જાડેજાનુ રોડ એક્સીડેન્ટ થયું હતુ. તે સમયે કરજણના એક પી.એસ.આઇ દવાખાનામાં દાખલ કિરીટસિંહની તબીયત જોવા માટે પહોંચ્યાં હતા. આ પી.એસ.આઇ સાથે અજય દેસાઇ પણ કિરીટસિંહની તબીયત જોવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. આ સમયે પહેલા વખત કિરીટસિંહ અને અજય દેસાઇ એક બીજાને મળ્યાં હતા. ત્યારબાદ અજય દેસાઇ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને કિરીટસિંહ સ્થાનિક રાજકારણી હોવાથી બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઇ હતી. અને બન્ને અવાર નવાર એક બીજાને મળતા રહેતા હતા.

5 જુના ના રોજ શું બન્યું હતુ.

સ્વિટી પટેલની હત્યા કરાઇ તે રાત્રે અજય દેસાઇ સાથે લગ્ન સંબધિત બાબતે તકરાર થઇ હતી. જોકે છેલ્લા ઘણા સમયથી આમ તો બન્ને વચ્ચે લગ્ન બાબતે બોલાચાલી થતી જ હતી. પરંતુ 5 જુનનો દિવસ સ્વિટી પટેલ માટે અંતિમ દિવસ થયો હતો. અજય દેસાઇ અને સ્વિટી પટેલ વચ્ચે રાત્રીના સમયે ઉગ્ર બોલાચાલી થતી આવેશમાં આવી ગયેલા પી.આઇએ સ્વિટીનુ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ લાશને આખી રાત ઘરના ઉપરના બેડરૂમમાં મૂકી રાખી સવારે તેનો નિકાલ કરવા માટે ગાડીમાં નાખી દહેજ સ્થિત અટાલી ગામે કિરીટસિંહની બંધ પડેલી હોટલ પર લઇ જવામાં આવી હતી.

અજય દેસાઇએ કિરીટસિંહને ફોન કરી કહ્યું મારી બહેનને મારી નાખી છે…

સ્વિટી પટેલની અજય દેસાઇએ હત્યા તો કરી નાખી હતી. હવે તેની લાશનો નિકાલ કરવાનો હતો. જેથી તેણે મિત્ર કિરીટસિંહને ફોન કરી કહ્યું, ભાઇ મારી બહેન લગ્ન કર્યા વિના જ પ્રેગનેન્ટ થઇ ગઇ છે અને તેને પ્રેગનેન્ટ કરનાર વ્યક્તિ પરણીત છે. જેથી હવે અમારાથી બહેનને ઘરમાં રાખી શકાય તેમ નથી, એટલે તેણીને મારી નાખી અને તમારે ત્યાં તેની લાશને સળગાવી પડશે.

આ સાંભળી પહેલા તો કિરીટસિંહ ચોંકી ઉઠ્યાં એટલે તેમને ના પાડી દીધી હતી. પરંતુ ત્યારબાદ કિરીટસિંહ પી.આઇના પાપમાં ભાગદાર બનવાની હાં પાડી હતી. જેથી અજય દેસાઇ સ્વિટીને લાશને કારમાં મુકી દહેજ સ્થિત અટાલી ગામે બંધ પડેલી કિરીટસિંહની હોટલે પહોંચ્યો હતો. જ્યાં હોટલના પાછળના ભાગે કાર રિવર્સ લઇ કોઇ જોઇ ના શકે તે રીતે લાશને બહાર કાઢી જ્વલનશીન પદાર્થ નાખી સળગાવી દીધી હતી. આ સમયે કિરીટસિંહ અજાણ હતા કે, આ લાશ અજય દેસાઇના બહેનની નહીં પરંતુ સ્વિટી પટેલની છે. અને કિરીટસિંહ આ સમગ્ર દ્રશ્યો બાજુની વૈભવ હોટલમાંથી જોઇ રહ્યાં હતા.

બીજા દિવસે કિરીટસિંહે સ્થળ પર જોવા પહોંચ્યાં લાશ કેટલી સળગી છે

સ્વિટી પટેલની લાશને સળગાવી દીધા બાદ અજય દેસાઇએ કિરીટસિંહને ફોન કરી કહ્યું કામ પતી ગયું છે હું નિકળુ છું, બીજી તરફ કરજણ પોલીસ સ્ટેશનમાં સ્વિટી પટેલના ભાઇ પાસે અજય દેસાઇએ સ્વિટી ગુમ થયાની ફરીયાદ નોંધાવી, જેમાં સ્વિટીના નામની પાછળ તેના પિતા મહેન્દ્રભાઇ પટેલનુ નામ લખાવવામાં આવ્યું, જેથી કોઇને શંકા ન જાય. બીજા દિવસે કિરીટસિંહ દહેજના અટાલી ખાતે પહોંચ્યાં જ્યાં લાશના કેટલાક અંગો હજી સળગી રહ્યાં હતા.

કરજણ પોલીસ સ્ટેશનમાં સ્વિટી પટેલ ગુમ થયાની જાણવાજોગ દાખલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને આ મામલે ચકચાર મચતા કિરીટસિંહને જાણ થઇ કે તે દિવસે હોટલની પાછળ જે લાશનો અજય દેસાઇએ નિકાલ કર્યો તે સ્વિટી પટેલની હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud