• અગાઉ વડોદરા જિલ્લના એસઓજીના પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી ગુમ થવા મામલે સ્વીટીની ભાઇએ લેખીતમાં ફરિયાદ કરી
  • પ્રથમ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા અનેક ટીમો બનાવીને તપાસ શરૂ કરી
  • નિષ્ફળતા મળતા ગૃહમંત્રી દ્વારા કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને તપાસ સોંપાઇ
  • આજે પીઆઇ અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે ઇન્કાર કરી દેતા મામલે આવ્યો રોચક વળાંક

Watchgujarat. વડોદરા જિલ્લાના એસઓજી પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી ગુમ થવા મામલે આખરી ક્ષણે રોચક વળાંક આવ્યો છે. આજરોજ ગાંધીનગર ખાતે નાર્કોટેસ્ટ કરતા પહેલા પીઆઇ અજય દેસાઇએ આખરી ક્ષણે નાર્કો ટેસ્ટ માટેની મંજુરી પાછી ખેંચી લીધી હતી. જેને લઇને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અન્ય રીતે મામલાની તપાસ કરશે.

વડોદરા જિલ્લના એસઓજીના પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી ગુમ થવા મામલે સ્વીટીની ભાઇએ લેખીતમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને સમગ્ર મામલે પ્રથમ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા અનેક ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જો કે, કોઇ નક્કર પરિણમ ન મળતા આખરે વડોદરાની મુલાકાતે આવેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપવાનો નિર્ણય લીધો હતો.

મામલે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. સુત્રના જણાવ્યા પ્રમાણે, આજરોજ પીઆઇ અજય દેસાઇનો ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવાનો હતો. આખરી ક્ષણે પીઆઇ અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ માટેનો ઇન્કાર કરી દીધો હતો. જેને કારણે સમગ્ર મામલે રોચક વળાંક આવ્યો છે. જેને કારણે હવે આગામી સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ રીતે મામલાની તપાસ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. અગાઉ તપાસ દરમિયાન અટાલી ખાતેથી રીકવર કરવામાં આવેલા માનવ અસ્થીના ડીએનએ ટેસ્ટના પરિણામ આતુરતા પુર્વક તપાસ અધિકારીઓ જોઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે વડોદરા જિલ્લાની ટીમ તપાસ કરવામાં નિષ્ફળ નિવડી હતી. જેને લઇને જિલ્લા પોલીસ પાસેથી તપાસ આંચકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવામાં આવી હતી. હવે સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud