• કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ બિલ્ડર અને વહીવટ કર્તાઓ વિરૂદ્ધ ફરિયાદીએ કાનૂની કાર્યવાહી હાથ ધરી
  • જમીન માલિક શેખ હાજી યુસુફએ જે.પી પોલીસ સ્ટેશનમાં અરજી આપી પણ કોઇ કાર્યવાહી ન થાય
  • પોલીસે કાર્યવાહી ન કરતા જમીન માલિકે બિલ્ડર આણી મંડળી સામે કોર્ટમાં ફરીયાદ કરી

WatchGujarat. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા ટાઇમ સ્કવેર કોમ્પ્લેક્ષની મિલ્કતના વિવાદમાં બિલ્ડર આણી મંડળીએ રચેલા કવાતરાનો એફએસએલ રિપોર્ટમાં પર્દાફાશ થયો છે. જેમાં બિલ્ડર અને તેના મળતીયાઓ દ્વારા બિનશરતી સમાધાન પુરસિસ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. જે દસ્તાવેજો પર શેખ હાજી યુસુફની ખોટી સહિઓ કરી હોવાનુ FSL રિપોર્ટમાં સામે આવ્યું છે.

શું છે સમગ્ર ઘટના

શહેરના વાસણા રોડ બીના નગર ખાતે રહેતા જમીન માલિક શેખ હાજી યુસુફે તાંદલજા વિસ્તારમાં ચાલતી ટાઇમ સ્કવેર કન્સ્ટ્રકશન સાઇટના બિલ્ડર અને તેના મળીયાઓ વિરૂદ્ધ આક્ષેપો સાથી ફરીયાદ કોર્ટમાં દાખલ કરી હતી. જેમા ખઓટી સહી કરીને કોર્ટમાં સમાધાન અરજી દાખલ કરવાની સાથે જમીનના નાણા આપવા ન પડે તે માટે બિલ્ડર આણી મડંળી દ્વારા ધાક ધમકીના આક્ષેપ કરવામાં આવ્યાં હતા.

આ દરમિયાન જમીન માલિક શેખ હાજી યુસુફને એવુ પણ જાણવા મળ્યું કે, દાવાના કામે બિલ્ડર આણી મંડળી દ્વારા ફરિયાદીની (શેક હાજી યુસુફ) બોગસ બનાવટી સહી કરીને પુરસિસ કોર્ટમાં રજૂ કરી છે. જે મામલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગરથી હેન્ડ રાઇટિંગ એક્સપર્ટના અભિપ્રાય લેવામાં આવ્યો હતો. એક્સપર્ટના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, કોર્ટમાં રજુ કરાયેલી સમાધન પુરસીસ ઉપર હાજી યુસુફની સહી નથી. જેથી સદર પુરસિસ સદંતર બોગ્સ અને બનાવટી હોવાનુ પ્રકાશમાં આવ્યું છે.

શેખ હાજી યુસુફએ બિલ્ડર અને મળતીયાઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી

આ અગાઉ ફરિયાદી શેખ હાજી યુસુફે કોર્ટમાંમાં આનંદ છત્રસિંહ રાવ, જીતેન્દ્ર જશભાઈ પટેલ, તલ્હાખાન પઠાણ, અશદખાન પઠાણ ,સુલતાન પઠાણ, રફીક શેખ, સાનુ શેખ, અતિક શેખ તથા અન્ય ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, તાંદલજા વિસ્તારમાં ચાલતી ટાઇમ સ્ક્વેર નામની બિલ્ડીંગના સોદા મુજબ આપેલા ચેક રિટર્ન થયા અંગેનો દાવો કોર્ટમાં દાખલ  કર્યો છે.

આ દરમિયાન મારી બનાવટી સહી કરી બિનશરતી દાવો પાછો ખેંચી લેવાનો પ્રયાસ થયો છે. દાવો પાછો ખેંચવા માટે બિલ્ડર અને તેના મળતિયાઓ ધાક-ધમકી આપી રહ્યા છે. મળેલી ધમકી મામલે જે. પી રોડ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. પરંતુ તેઓ વિરુદ્ધ હજી ગુનો દાખલ કરાયો નથી. સમગ્ર મામલામાં રકમના નાણા લીધા વગર દાવો પરત ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners