• વડોદરાની બહેનો સરહદે મોકલાશે રાખડી, ભારતના વીર જવાનો માટે 25 હજારથી વધુ રાખી એકત્રિત કરાઈ
  • સરહદની રખેવાડી કરતા વીર સૂપતો માટે વડોદરા શહેરના શિક્ષકે ચાલુ કર્યું: “રક્ષાબંધન વિથ ધ ઇન્ડિયા આર્મી” નામનું અનોખું અભિયાન

WatchGujarat. બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રક્ષાબંધનના દિવસે ભાઈઓને રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. પરંતુ સરહદ પર દેશની દિવસ રાત સુરક્ષા કરતા ફોજી ભાઈઓનું શું. આ વિચાર સાથે વડોદરા શહેરની બરોડા હાઇ સ્કૂલ,બગીખાના ના એક શિક્ષકએ “રક્ષાબંધન વિથ ધ ઇન્ડિયા આર્મી” નામનું અભિયાન શરુ કર્યું હતું. અભીયાનમાં બહેનો દેશના ખૂણે ખૂણે થી રાખડી મોકલે છે. ઉપરાંત આ અભિયાનમાં અન્ય દેશની બહેનો પણ રાખડી મોકલાવે છે. આ બધી રાખડીયો એકત્રિત કરી રક્ષાબંધન નજીક આવતા સેન્યના જવાનો માટે સીમા પર મોકલવામાં આવશે.

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધનને અનોખી રીતે ઉજવવા બરોડા હાય સ્કૂલ,બગીખાના ના શિક્ષક સંજય બચ્છાવે  “રક્ષાબંધન વિથ ધ ઇન્ડિયા આર્મી” નામનું અભિયાન આજથી છ વર્ષ પહેલા એટલે કે 2015માં શરુ કર્યું હતું.

શિક્ષક સંજય બચ્છાવ

આ અભિયાન કેવી રીતના શરુ થયું

બહેનો અને ભાઈઓનો પવિત્ર સંબંધન એટલે રક્ષાબંધન. આ તહેરવારને અનુલક્ષીને સેના પર દેશની રક્ષા કરતા વીર જવાનો માટે રાખી મોકલાવવા માટે વડોદરા શહેરની બરોડા હાય સ્કૂલ,બગીખાના ના શિક્ષક સંજય બછાવે  “રક્ષાબંધન વિથ ધ ઇન્ડિયા આર્મી” નામનું અભિયાન આજ થી 6 વર્ષ પહેલા એટલે કે 2015માં શરુ કર્યું હતું.

શિક્ષક સંજય બચ્છાવના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે રક્ષાબંધન અને સ્વતંત્ર દિવસ નજીક નજીકના દિવસોમાં ઉજવાતા હોય છે. તો એ સમયે શિક્ષક સંજય બછાવે તેમની વિદ્યાર્થીઓનીને કહ્યું હતું કે તમે થોડી રાખડી આપો. અને થોડા વિદ્યાર્તીઓને કહ્યું હતું કે, આપ આર્મીના જવાનો માટે દિલમાં જે પણ હોય તે લખી અને એક કાર્ડ તૈયાર કરો. આ સમયે 2015માં 75 રાખડીઓ એકત્રિત થઇ હતી. અને શિક્ષક સંજય બચ્છાવે રાખડીઓને સિયાચીન અને કારગિલ સરહદની રક્ષા કરતા વીર જવાનો માટે મોકલી આપી હતી. ગત ગલવાનમાં ભારતના વીર જવાનો શાહિદ થયા હતા, તો શિક્ષકના ઘણા મિત્રોએ તેમને કહ્યું હતું કે, આપે ગલવાન સરહદે પણ રાખડીઓ મોકલવી જોઈએ તો તે કારણથી શિક્ષક સંજય બચ્છાવે ભારતની ત્રણ મુખ્ય ગણાતી શરહદ કારગિલ,ગલવાન અને સિયાચીન આમ ત્રણ શરહદો પર વીર જવાનો માટે રક્ષાબંધનના પર્વ પર વડોદરાથી રાખડીઓ મોકલાવે છે.

આ વર્ષે 25 હજારથી વધુ રાખડી એકત્રિત થઇ

શિક્ષક સંજય બચ્છાવે  “રક્ષાબંધન વિથ ધ ઇન્ડિયા આર્મી” નામ નું અભિયાન શરુ કર્યું હતું. ભારતની શરહદ પર દેશની રક્ષા કરતા વિર જવાનોની રાખી મોકલી રક્ષાબંધનના પર્વને ઉજવવાનો અભિયાન 2015 માં શરુ કર્યું હતું. જ્યા શરૂઆતમાં તેમને 75 રાખી મોકલી આ અભિયાનની શરુ આત કરી હતી. પરંતુ શિક્ષકના ઘણા વિદ્યાર્થીઓની આ અભિયાનમાં જોડાવવાની મંગના લીધે 2016 માં શિક્ષક સંજવ બછાવએ આ અભિયાન સમગ્ર વડોદરા શહેર પૂરતું શરુ કર્યું હતું,જ્યા 2016 માં આ અભિયાન અંતર્ગત 2200 રાખી એકત્રિત થઇ હતી.જે બાદ 2017માં 5500 રાખી એકત્રિત થઇ હતી. આ ક્રમ વધતો જતો ગયો અને 10 હાજર બાદ 14 હાજર અને ગત વર્ષ કોરોનાકાળમાં 12 હાજર એવું કરીને આજે 2021ના વર્ષમાં આ અભિયાન અંતર્ગત 25 હજારથી વધુ રાખીઓ એકત્રિત થઇ છે. જે રાખીઓનું પૂજન કર્યા બાદ સિયાચીન,ગલવાન અને કારગિલ આમ ત્રણ સીમા પર દેશની રક્ષા કરતા વીર જવાનો માટે મોકલી આપવા આવશે.

ભારતના વીર જવાનો દેશની રક્ષા માટે સરહદ પર તહેનાત હોવાના કારણે તે ઘણા તહેવાર ઉજવી નથી શકતા પરંતુ વડોદરા શહેરના એક શિક્ષક સંજય બચ્છાવે શરુ કરેલા  “રક્ષાબંધન વિથ ધ ઇન્ડિયા આર્મી”નામના અભિયાનમાં તે અનેક વીર જવાનોને શરહદ પર દેશની બહેનોએ મોકલેલી રાખી પહોચાડે છે. અને સાથે બહેનોએ દેશના જવાનો માટે લખીને મોકલેલા પ્રેમના શબ્દો પણ પહોંચતા કરે છે. આ રાખી અને ચિઠ્ઠીઓ ના ભાગ રૂપે ઘણા વીર જવાનો દેશની બહેનોએ જેમને માટે રાખી મોકલી હોય છે. તેમને આભાર વ્યક્ત કરવા દેશના વીર જવાનો સરહદ થી આભાર અને ભાઈના પ્રેમની ચિઠ્ઠી મોકલે છે.જેથી ઘણી બહેનો ખુશ થાય છે અને તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને રક્ષા માટે પ્રાર્થના કરે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud