બરોડા યુથ ફેડરેશન દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
બહેનો દ્વારા વિશેષ રૂપે તૈયાર કરવામાં THANK YOU PM MODI FOR COVID 19 VACCINE થીમ આધારિત રાખડી
આ રાખડી વડોદરાની બહેનો દ્વારા ભાઈઓને બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
બરોડા યુથ ફેડરેશનના પ્રયાસને કારણે ચાર જેટલી બહેનોને ટૂંકા ગાળા માટે રોજગારી પણ મળી
WatchGujarat. પ્રધાનમંત્રી નરોન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારી દરમિયાન દેશવાસીઓ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેના કારણે આજે દેશભરમાં કોરોની અસર ઓછી થઈ છે. આ નિર્ણયમાં એક મહત્વનો નિર્ણય પ્રધાનમંત્રી મોદી દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય હતો દરેક દેશવાસીને કોરોનાની વેક્સીન વિનામુલ્યે આપવાનો. ઉલ્લેખનીય છે કે તેમના આ નિર્ણયના કારણે દેશભરમાં લોકોને ફ્રિ વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે તેમના આ નિર્ણયની સરાહના કરવા માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ દેશમાં પ્રથમ વખત વૈશ્વિક લોકપ્રિયતા ધરાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશવાસીઓને કોરોનાની વેકસીન ફ્રી આપવાનો નિર્ણય લીધો હતો. જેની સરાહના કરતો નાનકડો પ્રયાસ વડોદરા શહેરમાં બરોડા યુથ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યો છે. બરોડા યુથ ફેડરેશન દ્વારા આજે વિશેષ થીમ આધારિત રાખડી થકી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રાખડીઓ બહેનો દ્વારા વિશેષ રૂપે તૈયાર કરવામાં આવી હતી. મહત્વનું છે કે બહેનો દ્વારા THANK YOU PM MODI FOR COVID 19 VACCINE થીમ આધારિત રાખડી બનાવવામાં આવી છે. આ થીમ આધારિત રાખડી બહેનોએ ભાઈઓને બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી
બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહના જણાવ્યા પ્રમાણે, અમારી ક્રિએટીવ ટીમ દ્વારા પ્રધાનમંત્રીના દેશવાસીઓને કોરોનાની વેક્સીન મફત આપવાના નિર્ણયની સરાહના કરતી વિશેષ રાખડી તૈયાર કરવામાં આવી હતી. આજરોજ વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી THANK YOU PM MODI FOR COVID 19 VACCINE થીમ આધારિત રાખડી બહેનોએ ભાઈઓને બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પર્વની ઉજવણીમાં 20 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં શાળાના સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા. આ પ્રયાસ થકી આ વિશેષ રાખડી તૈયાર કરનાર બહેનોને ટૂંક સમયની રોજગારી પણ મળી હતી. અમારા દ્વારા એક હજાર રાખડી તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. જે લોકો પ્રધાનમંત્રી મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયની સરાહના કરવા માંગતા હોય તેઓને રાખડી નિશુલ્ક આપવામાં આવશે.