• ગતરોજ છેલ્લા 24 કલાકમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચીંગની ઘટનાના બીજા દિવસે સવારે ડોક્ટરના ઘરે લાખો રૂપિયાની ચોરી થઇ
  • વાઘોડિયા રોડ પર ચોરે ટેકનીક વાપરીને ટુ વ્હીલરની ડીકી ખોલ્યા વગર જ તેમાંથી સોના – ચાંદી ભરેલી થેલી સેરવી લીધી
  • હું મણપ્પુરમ ગોલ્ડ લોનમાં ગયો હતો. મારી એક્ટીવાની ડીકીમાં રોકડા, સોનું – ચાંદી હતા : તુષાર ભગોરા

WatchGujarat. વાઘોડિયા રોજ પર આવેલી જાણીતી રેસ્ટોરંટ સામે પાર્ક કરવામાં આવેલા ટુ વ્હીલરની ડીકીમાંથી ચોરોએ સીફતતા પુર્વક ચોરી કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. ડીકી ખોલ્યા વગર રીક્ષામાં આવેલા ચોરે ટુ વ્હીલરમાંથી સોના – ચાંદી ભરેલી બેગમાં રાખેલો મુદ્દામાલ સેરવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

વડોદરામાં ચોરો બેફામ બન્યા છે. ગતરોજ છેલ્લા 24 કલાકમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચીંગની ઘટના સામે આવી હતી. ઘટનાના બીજા દિવસે સવારે ડોક્ટરના ઘરે લાખો રૂપિયાની ચોરી થઇ હતી. હજી મામલે પોલીસ કોઇ કાર્યવાહી કે તે પહેલા વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોરે ટેકનીક વાપરીને ટુ વ્હીલરની ડીકી ખોલ્યા વગર જ તેમાંથી સોના – ચાંદી ભરેલી થેલી સેરવી લીધી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો જોઇને તમે પણ આશ્રચર્યમાં મુકાશો અને ચોરીની રીત જોઇને માથે હાથ દેશો.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા વિસ્તારમાં હરિયાલી રેસ્ટોરંટ આવેલી છે. તેની સામે આવેલા બાળકોની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનમાં બપોરના 12 – 58 કલાકે ટુ વ્હીલર પર તુષાર ભગોરા ગયો હતો. દુકાન બહાર તેણે તેની એક્ટીવા પાર્ક કર્યું અને અંદર ખરીદી કરવા ગયો હતો. દરમિયાન રીક્ષામાં આવેલા ચોરે એક્ટીવાની ડીકી ખોલ્યા બગર તેમાં મુકેલા રોકડા અને સોના – ચાંદી ભરેલી બેગ સેરવી લીધી હતી. ઘટનાના સીસીટીવી જોતા તમે એક વખત તમારા માથે હાથ દેશો. કારણકે ચોર ડીકી ખોલ્યા વગર તેમાં મુકેલો સામાન ચોરી કરતો જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા તુષારે સ્થાનિક પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વઘુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મીડિયા સાથે વાત કરતા તુષાર ભગોરાએ જણાવ્યું કે, હું મણપ્પુરમ ગોલ્ડ લોનમાં ગયો હતો. ત્યાંથી બાળકોની ચીજવસ્તુની દુકાનમાં ગયો હતો. મારી એક્ટીવાની ડીકીમાં રોકડા, સોનું – ચાંદી હતા. દુકાનમાંથી બહાર પરત આવ્યા બાદ મને ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud