• ખોડીયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં બપોરે 12-30 વાગે બનેલી ઘટના
  • બનાવની જાણ થતાં બાપોદ પોલીસ સહિત ડીસીપી લખધીરસિંહ ઝાલા તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યાં હતા
  • વેપારી દુકાનમાં ગ્રાહકને દાગીના બતાવી રહ્યાં હતા, ત્યારે લુંટારૂ એકા એક દુકાનમાં ઘસી આવ્યો હતો.
  • જેકેટ પહેરીને આવેલા લુંટારૂએ ખીસ્સામાંથી મર્ચાની ભુકી કાઢી સિધી દુકાન માલિકના મોઢા પર જ નાખી દીધી

WatchGujarat. શહેરમાં ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં ધસી આવેલા લુંટારૂએ આંખમાં મરચાની ભુકી નાખી દુકાનમાં ડીસપ્લેમાં મુકેલી ત્રણ સોનાની ચેઇન લુંટી ફરાર થઇ ગયો હતો. દુકાન માલિક કંઇ સમજે તે પહેલા જ શાતિર લુંટારૂએ આંખમાં મર્ચાની ભુખી નાખી લુંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઇ શકાય છે.

આ મામલે ડીસીપી લખધીરસિંહ ઝાલાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોડીયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં આજે બપોરે 12-30 વાગ્યાની આસપાસ લુંટની ઘટના બની હતી. જેમાં જ્વેલરી શોપના માલિક ગ્રાહકને સોનાની ચેઇન બતાવી રહ્યાં હતા. દરમિયાન અચાનક એક શખ્સ દુકાનમાં ધસી આવ્યો અને દુકાન માલિક કંઇ સમજે તે પહેલા જ તેમની આંખમાં મરચાની ભુકી નાખી ડીસપ્લેમાં મુકેલી અંદાજીત 30 ગ્રામ સોનાની ત્રણ ચેઇનો લુંટી ફરાર થઇ ગયો હતો.

વધુમાં તેઓએ જણાવે છે કે, જ્વેલરી શોપમાં લુંટ કરનાર શખ્સ એકલો ન હતો. તેની સાથે તેનો એક સાગરીત પણ હતો. જે દુકાનની બહાર બાઇક લઇને ઉભો હતો. દુકાનમાંથી ત્રણ ચેઇન લુંટ્યા બાદ બન્ને શખ્સો બાઇક પર ફરાર થઇ ગયા હતા. જોકે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ હતી. જેથી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે લુંટારૂઓની શોધખોળ હાથ ધરી છે. અને વહેલી તકે લુંટરૂ પોલીસના શકંજામાં હશે તેવુ પણ ડીસીપી ઝોન -2 લખધીરસિંહ ઝાલાએ વાત કરતા જણાવ્યું હતુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud