• પુત્રના અવસાન બાદ બેસહારા બનેલા પરિવારની પુત્રવધુ વિધવા સહાય પેન્શનની એક વર્ષથી રાહ જોઇ રહીં છે.
  • પરિવારનુ ગુજરાન અને બાળકોના ભણતરનો ખર્ચ કાઢવો પણ પરિવાર માટે મુશ્કેલ બન્યો
  • વાડી પોલીસના ઇન્સપેકટર કે.પી પરમાર અને શી ટીમ ઠક્કર પરિવારની વ્હારે આવી

WatchGujarat રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી આત્મવિલોપનની ચિમકી આપવી અથવા તો મંજૂરી માગીમાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. સરકારની યોજનાઓ કાતો સરકાર અધિકારીઓથી કંટાળી નિસહાય બનેલા અનેક વ્યક્તિઓએ આ રસ્તો અપનાવ્યો છે. સરકાર પ્રજા માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે, તેમા પણ ખાસ કરીને સિનિયર સિટીઝનોને કોઇ મુશ્કેલી ન પડે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, તેવો સરકારનો દાવો છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક જુદી જ છે. જે સરકાર સિનીયર સિટીઝન માટે સુવિધાઓ ઉભી કરે છે. તે જ સરકારના અધિકારીઓ તેમને ધક્કા ખવડાવવામાં સ્હેજ પણ કાચુ કાપતા નથી.

આ વાત છે શહેરના વાડી વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધની જેમને સરકારી કચેરીના ધક્કા ખાઇ કંટાળી આખરે આત્મવિલોપનની મંજૂરી માગી હતી. તેવામાં વાડી પોલીસના ઇન્સપેકટર કે.પી પરમાર અને શી ટીમ નિસહાય બનેલા વૃદ્ધ અને તેમના પરિવારનો સહારો બની હતી.

શહેરના વાડી વિસ્તારમાં રહેતા 67 વર્ષીય સિનિયર સિટિઝન મુકંદલાલ ઠક્કર વાડી સ્થિત શનિ મંદિર પાસે પોતાની દુકાન ધરાવે છે. કોરોના કાળમાં ધંધો ઠપ્પ થઇ ગયો હતો. તેવામાં એક વર્ષ અગાઉ પુત્રનુ અવસાન થતા પુત્રવધુ અને બે પૌત્રોની જવાબદારી મુકંદભાઇના માથે આવી હતી. પેટનો ખાળો પુરવા અને પરિવારનુ ગુજરાન તેમજ પૌત્રોના ભણતર માટે હવે રૂપિયા ક્યાંથી લાવવા તે મોટી મુંજવણ હતી. ત્યારે મુખ્યમંત્રી વિધવા સહાય પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે મુકંદભાઇની પુત્રવધુએ અરજી કરી હતી.

અરજી કર્યાને મહિનાઓ વિતિ ગાય છતાંય વિધવા સહાય પેન્શન યોજનાનો કોઇ લાભ મળ્યો નહીં. મુકુંદભઆઇએ આ અંગે મુંખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છતાય કોઇ નિવેળો આવ્યો નહીં. આખરે તેઓ જાતે રજૂઆત કરવા 15થી 20 વખત મુખ્યમંત્રી કચેરી અને વડોદરા સ્થિત કુબેર ભવન ખાતે ગયા હતા. તેમ છતા તેમને સાંભળનાર કોઇ ન મળ્યુ.

કુબેર ભવન સ્થિત મહિલા અને બાળ સુરક્ષા કચેરીએ જ્યારે પણ મુકુંદભાઇ જતા ત્યારે કોઇ નવી વ્યક્તિ જ ખુરશીમાં બેઠેલી જોવા મળતી હતી. પુત્રવધુના પેન્શન સહાય માટે કરેલી અરજી અંગે આ સરકારી અધિકારીઓને પુછતા ત્યારે તેમણે જવાબ મળતો કે, તમારા ડોક્યુમેન્ટ ખોવાઇ ગયા છે. જેથી મુકુંદભાઇએ 8થી 9 વખત ડોક્યુમેન્ટ જમા કરાવ્યાં, છતાંય આજદીન સુધી તેમની પુત્રવધુને મુખ્યમંત્રીની વિધવા સહાય પેન્શન યોજનાઓ લાભ ન મળ્યો.

એક તરફ આંકરી મોંઘવારી અને તેવામાં બાળકોના ભણતરનો ખર્ચ અને પરિવારનુ ગુજરાન ચલાવવુ ઠક્કર પરિવાર માટે મુશ્કેલ બન્યું હતુ. જેથી તેમણે આખરે મુખ્યમંત્રીને પત્ર લખી આત્મવિલોપનની મૂંજૂરી માગી હતી. આ બાબતની જાણ વાડી પોલીસ સ્ટેશનના પી.આઇ કે.પી પરમારને થતાં તેમણે મુકુંદભાઇનો સંપર્ક કર્યો હતો. પોલીસની શી ટીમ દ્વારા મુકુંદભાઇની વેદના સાંભળવામાં આવી અને પોલીસ પણ આખરે એક માનવી જ છે. જેથી મુકુંદભાઈની મુશ્કેલીઓનો અંદાજો લગાવી તેમને તમામ પ્રકારની મદદ પુરી પાડવા આશ્વાસન આપી આત્મવિલોપન જેવુ પગલુ નહી ભરવા સમજાવ્યાં હતા.
વાડી પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર કે.પી પરમારે ઉપરોક્ત માહિતી જણાવી ઉમેર્યું હતુ કે, નિસહાય બનેલી ઠક્કર પરિવારને જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓ પુરી પાડવામાં આવશે, તેમજ મુકુંદભાઇની પુત્રવધુને સરકારની વિધવા સહાય પેન્શન યોજનાનો લાભ વહેલી તકે મળે તે માટેની તમામ મદદ શી ટીમ દ્વારા પુરી પાડવામાં આવશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud