• રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડર્સનો ભાજપમાં પ્રવેશ
  • ટ્રાન્સજેન્ડર્સે ભાજપમાં જોડાઈને પેજ સમિતિની રચના માટે ફોર્મ ભરીને ભાજપનો ખેસ ધારણ કર્યો

WatchGujarat વડોદરા શહેર ભાજપ મહાનગરપાલિકાની ચૂંટણી જીતી “મિશન 76” પાર લગાવવા પૂરું જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપમાં ભરતી પ્રક્રિયા ફરી શરૂ થઈ હોય તેમ અન્ય પક્ષના અને નવા કાર્યકરોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે આજ રોજ વડોદરાના સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર સમુદાયને આવરી લેતા ભાજપમાં રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડર જોડાઈને પેજ સમિતિની રચના માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. તમામ ટ્રાન્સજેન્ડરોનું ભાજપના કાર્યાલય ખાતે પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમાજમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને કાનૂની માન્યતા તો મળી પણ હજી તેઓને મળવા પાત્ર સ્થાન આપવામાં આવ્યું નથી. રાજકીય ક્ષેત્રે પણ ટ્રાન્સઝેન્ડર સમાજ સક્રિય નથી. જ્યારે આ સમાજના આગેવાનો પણ જનપ્રતિનિધિ તરીકે આગળ આવીને યોગ્ય સ્થાન મેળવી શકે તે માટે પ્રયત્નો કરવા જરૂરી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે. આ સાથે રાજકીય પાર્ટીઓમાં સામેલ થવાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે.

આ કડીમાં આજે વડોદરામાં ટ્રાન્સજેન્ડર લોકો ભાજપમાં જોડાયા હતા. 50થી વધુ ટ્રાન્સજેન્ડરોએ કેસરિયો ધારણ કર્યો છે. જેમાં સૌથી મોટુ નામ રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહનું છે. તેઓ પણ ભાજપના સભ્ય બની ગયા છે. ત્રીજા સમુદાયને પુરુષ અને સ્ત્રીની જેમ જ સમાન સ્થાન મળે તે માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. રાજપીપળાના રાજવી સહિત 50થી વધુ રાજ્યભરના ટ્રાન્સજેન્ડરો ભાજપમાં સામેલ થયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે તેમને જુદી-જુદી જવાબદારી સોંપવામાં આવશે. આજે જોડાયેલા કિન્નર સમાજના લોકોને પેજ સમિતિ અને પેજ પ્રમુખમાં સ્થાન આપવામાં આવશે.

આજે અમારો સમુદાય ભાજપ સાથે જોડાયો છે

રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે અમારો સમુદાય ભાજપ સાથે જોડાયો છે અને આગામી દિવસોમાં પણ હજી ઘણા લોકો જોડાશે. ભાજપે અમારા સમુદાય માટે સારી કામગીરી કરી છે અને ટ્રાન્સજેન્ડરને પણ ચૂંટણી લડવાનો હક છે અને આગામી દિવસોમાં ચૂંટણી લડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud