કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને જેસીબી અને ગેસ કટરની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢ્યો
ડ્રાઇવરને બહાર કાઢીને સારવાર અર્થે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો
સદનસીબે જાનહાની થતાં ટળી, ડ્રાઇવરને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
WatchGujarat વડોદરા જિલ્લાના સાવલીની K J IT કોલેજ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઇ હતી. ટ્રક પલટી થતા ટ્રક ડ્રાઇવર ફસાયો હતો. જેના કારણે તંત્રમાં દોડધામ મચી હતી. ડ્રાઇવરને ભારે જહેમતે બહાર કાઢી સ્થાનિક સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.
હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરેલી વિકાસ રોડલાઇન્સની ટ્રક સાવલી પાસે આવેલ કે.જે.આઇટી કોલેજના ગેટ પાસે પલટી ખાઈ ગઈ હતી. ટ્રક ડ્રાઇવરે જોર થી બ્રેક મારતા ટ્રકમાં ભરેલી લોખંડની પ્લેટો ડ્રાઇવર કેબીન તોડી કેબીનની અંદર આવી ગઈ હતી. જેના કારણે ડ્રાઇવર ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ સાવલી નગરપાલિકાના કર્મચારીઓ, નગરસેવકો તેમજ સાવલી પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
ભારે જહેમત બાદ પણ ટ્રક ડ્રાઇવરને ભાર કાઢવમાં નિસ્ફળતા મળતા આખરે જેસીબી મશીન અને ગેસ કટરની મદદથી ફસાયેલા ડ્રાઇવરને કલાકોની જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ ટ્રક ડ્રાઇવરના બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી 108 દ્વારા સારવાર અર્થે સાવલીના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત ઘટનાની જાણ સાવલીમાં થતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યાં હતાં. સદનસીબે જાનહાની થતાં ટળી ગઇ હતી. જોકે ડ્રાઇવરને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.