• કારેલીબાગ પી.એન.ટી ના ગેટ પાસે થયો અકસ્માત
  • પીકઅપ ટેમ્પોના ડ્રાઈવરે વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ વૃદ્ધનુ મોત નીપજ્યું હતું
  • ઘટના જોઈ પીકઅપ ટેમ્પોનો ડ્રાઈવર નાશી ગયો હતો
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમિતનગર સર્કલ પાસે પી.એન.ટી ગેટ નજીક પાછળ થી પુરઝડપે આવતા પીકઅપ ટેમ્પાએ વૃદ્ધ એક્ટિવ ચાલાકને અડફેટે લેતા ઘટના સ્થળેજ વૃદ્ધનુ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ હરણી પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ (ઉ.60વર્ષ) (રહે,મહાકાળી નગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સામે સમા, વડોદરા) હાલ નિવૃત છે. સવારે પોતાના ઘરેથી કારેલીબાગની એક દુકાનમાંથી ફરસાણ લેવા નીકળ્યા હતા. આ દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમિતનગર સર્કલ નજીકના પી.એન.ટી ગેટ પાસેથી પસાર થતા પાછળથી એક પીકઅપ ટેમ્પોએ ઈશ્વરભાઈને અડફેટે લેતા તે જમીન પર પછડાયા હતા.અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈશ્વરભાઈ જમીન પર પછડાતા જ તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ જોતા પીકઅપ ટેમ્પાનો ડ્રાઈવર ત્યાંથી નાસી ગયો હતો.જે બાદ ત્યાંથી પસાર થતી એસ.ટી.બસના ડ્રાઈવરે પોલીસને જાણ કરતા હરણી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલાની તપાસ કરી મૃત દેહને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

હરણી પોલીસ દ્વારા પ્રાથમિક ધોરણે અકસ્માતનો ગુનો નોંધ્યા બાદ મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અને નાશી ગયેલા પીકઅપ ટેમ્પાના ડ્રાઈવરની ખોજ આરંભી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud