• મોટેરા ખાતે 24 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે
  • 6 મહિલા કલાકારો દ્વારા 300 કલાકની મહેનતથી 100 થી 150 કિલો રંગનો ઉપયોગ કરી આશરે 30 × 20 ફૂટની રંગોળી તૈયાર કરાય

WatchGujarat વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે 24 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. વિશ્વના નવનિર્મિત સ્ટેડિયમ ખાતેની સૌપ્રથમ મેચ માટે ચાહકો બહુ ઉત્સુક છે. ત્યારે ભારતીય ટીમના ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓના જુસ્સામાં વધારો કરવા સહજ રંગોળી ગ્રુપની મહિલા કલાકારો દ્વારા મોટેરા ના સરદાર પટેલ સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે રમનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચનું પ્રદર્શન રંગોળી ના માધ્યમથી કરવામાં આવ્યું છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે 24 ફેબ્રુઆરીથી રમાશે. મેચના થોડા દિવસ પહેલા ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. ત્યારે વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આવવા માટે બંને ટીમના ખેલાડીઓ સહિત મેનેજમેન્ટ સ્ટાફ ઉત્સુક હતો.

પ્રેક્ટિસ સેશન માટે વિશ્વના મોટા સ્ટેડિયમમાં આવી પહોંચેલી બંને ટીમના પ્લેયર અને મેનેજમેન્ટ સ્ટાફ સ્ટેડિયમનો નજારો જોઇ એક તબ્બકે અભિભૂત થઇ ગયા હતા અને તેજ વાત તેમને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યકત કરી. હતી.

બીજી તરફ ભારતીય ટીમના ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓના જુસ્સામાં વધારો કરવા માટે સહજ રંગોળી ગ્રુપના મહિલા કલાકારો દ્વારા મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે રમનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ નું પ્રદર્શન રંગોળીના માધ્યમથી કરવામાં આવ્યું છે. રંગોળીમાં મોટેરાનું સરદાર પટેલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું છે. અને તેની આસપાસ ભારત ટીમના કપ્તાન વિરાટ કોહલી, નવોદિત સ્પિન બોલર અક્ષર પટેલ, કમ્પ્લીટ વોરિયર ચેતેશ્વર પૂજારા, ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને વર્લ્ડ નંબર 1 ફાસ્ટ બોલર જસ્પ્રિત બુમ્રહની રંગોળી કરી પ્રદર્શિત કરવામાં આવી છે.

સહજ રંગોળી ગ્રુપની મહિલા કલાકાર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વિષયો પર થીમ બેઝડ રંગોળીનું પ્રદર્શન કરવામાં આવે છે. આ રંગોળી કુલ 6 મહિલા કલાકારો દ્વારા 300 કલાકની મહેનતથી 100 થી 150 કિલો રંગનો ઉપયોગ કરી આશરે 30 × 20 ફૂટની તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી હેમા, જ્યોતિ, રચના, આકાંક્ષા, ગૌતમી અને હાલ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આ રંગોળી નું પ્રદર્શન, સહજ રંગોળીના વોટસ એપ ગ્રુપ, ફેસ બુક, યુ ટ્યુબ, ટ્વીટર મારફતે સોશિયલ મીડિયાના પેજ પર કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud