• સરકાર અને તબિબોની અથાગ મહેનતના કારણે આજે આપણે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે
 • રવિવારે શહેરના જાણીતા કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડમાં 2 મહિલાઓ સહિત 8 લોકો એકત્ર થયા
 • તમામ લોકો દ્વારા વેક્સીન નહિ લેવા માટે ભ્રામક પ્રચાર કરતા જોવા મળ્યા
 • અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરીયન્સ સોશિયલ મીડિયા ગૃપના સભ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ

Watchgujarat. દુનિયાભરમાં હાલ ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે તૈયાર કરવામાં આવેલી કોરોનાની વેક્સીન પર ભરોષો મુકવામાં આવ્યો છે. હાલ કોરોના સામે વેક્સીન જ એકમાત્ર ઇલાજ છે. ત્યારે વડોદરામાં સિમિત જ્ઞાન ધરાવતા લોકોએ વેક્સીન નહિ લેવાનો પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે બે મહિલાઓ સહિત 8 જણની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાની બીજી લહેરમાં દેશમાં ભારે સ્વાસ્થ્ય ક્ષેત્રે કટોકટી ભરી સ્થિતીનું નિર્માણ કર્યું હતું. સરકાર અને તબિબોની અથાગ મહેનતના કારણે આજે આપણે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે હવે સરકાર દ્વારા વધુમાં વધુ લોકો સુધી વેક્સીન પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ હાલ દેશભરમાં સરકારો દ્વારા વેક્સીન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કેટલાક લોકો દ્વારા વેક્સીન નહિ લેવા અંગેના પોતોના સિમીત જ્ઞાનનો ઉપયોગ કરીને અપપ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

રવિવારે શહેરના જાણીતા કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડમાં 2 મહિલાઓ સહિત 8 લોકો એકત્ર થયા હતા.તમામ લોક દ્વારા એકત્ર થઇને કોરોનાની વેક્સીન નહિ લેવા બાબતે ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તમામની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તમામ લોકો અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરીયન્સ સોશિયલ મીડિયા ગૃપના સભ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, કોઇ એન્જીનીયર છે.

પોલીસ કાર્યવાહીમાં પકડાયેલા લોકોના નામ

 • નરેન્દ્ર કાલીદાસ પરમાર
 • ચંદ્રકાન્ત બાબુભાઇ મીસ્ત્રી
 • વિશાલ વિજયકુમાર ફેરવાણી
 • કેવલ ચંદ્રકાંન્તભાઇ પાટડીયા
 • જગવીન્દરસીંગ રાગેન્દ્રસીંગ
 • ઇરફાન યુસુફ પટેલ
 • અવની ઉત્કર્ષ ગજ્જર
 • ભુમિકા સંજય ગજ્જર
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud