• વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગત તા. 29 ઓકટોબરના રોજ બે નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
  • આઘાતમાં ધસી જતા પીડીતાએ ગત તા. 3 નવેમ્બરના રોજ ગુજરાત ક્વિન એક્સપ્રેસના ડી-12 કોચમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
  • પીડીતાએ લખેલી ડાયરી પોલીસના હાથે લાગતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો

WatchGujarat.  વડોદરા ખાતે રહેતી અને મૂળ નવસારીની રહેવાસી યુવતી સાથે વેક્સિન ગ્રાઉન્ડમાં બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટના બાદ આઘાતમાં સરી ગયેલી પીડીતાએ ગુજરાત ક્વિન ટ્રેનના ડી-12 કોચમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ચકચારી કેસની તપાસમાં અત્યાર સુધીમાં રેલવે પોલીસની સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત તપાસ કરી રહીં છે. ત્યારે 14 દિવસ બાદ આખરે આ મામલે વલસાડ ખાતે રેલવે પોલીસ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

વડોદરના વેક્સિન ગ્રાઉન્ડમાં ગત તા. 29 ઓકટોબરના રોજ મૂળ નવસારીની અને વડોદરા ખાતે રહેતી 18 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. પીડીતા સાથે બે નરાધમોએ બેરહેમીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ તેણીએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના એક ડાયરીમાં લખી હતી. દરમિયાન ગત તા. 3 નવેમ્બરના રોજ પીડીતા પોતાના ઘરે નવસારી જવા માટે સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી. જ્યાં ગુજરાત ક્વિન એક્સપ્રેસના ડી-12 કોચમાં મુસાફરી કરી વલસાડ પહોંચી હતી.

ટ્રેન વલસાડ પહોંચ્યાં બાદ પીડીતાએ એજ કોચમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દરમિયાન મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ ટ્રેનની સાફ સફાઇ કરવા પહોંચેલા કર્મીએ યુવતીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ રેલવે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ કરતા યુવતી પાસેની બેગમાંથી એક ડાયરી મળી આવી હતી. ડાયરીમાં પીડીતાએ પોતાની સાથે બનેલી દુષ્કર્મની સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

નરાધમોને ઝડપી પાડવા માટે વલસાડ રેલવે પોલીસ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમની 25થી વધુ ટીમો સંયુક્ત તપાસ કરી રહીં છે. સામૂહિક દુષ્કર્મના ચકચારી કેસની છેલ્લા 14 દિવસથી પોલીસની વિવિધ ટીમો દ્વારા દિવસ રાત તપાસ ચાલી રહીં છે. ત્યારે આ મામલે હવે વલસાડ રેલવે પોલીસે દુષપ્રેરણા અને કથિત દુષ્કર્મનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners