• સુરતથી અમદાવાદ તરફ જતી આઇસર ટેમ્પોને અકસ્માત નળતા 3 લોકો ગંભીર રીતે ઘવાયા
  • આજવાથી વાઘોડીયા ચોકડી વચ્ચે હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો
  • આઇસરનો કચ્ચરઘાણ બોલાઇ જતાં ફાયર બ્રીગેડની મદદથી તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે 108માં હોસ્પિટલમાં લઇ જવાયા

WatchGujarat. નેશનલ હાઇવે નં-8 પર સાંજના સમયે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહારાષ્ટ્ર પાર્સિંગના આઇસરમાં સવાર ત્રણ લોકોને ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં-8 પર આવેલા વાઘોડીયા ચોકડીથી આજવા ચોકડી વચ્ચે સાંજે 5 વાગ્યાની આસપાસ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતથી અમદાવાદ તરફ જવાના રોડ પર એલ એન્ડ ટી કંપની સામે અચાનક એક એસીડનુ ટેન્કર બગઢતા રસ્તાની વચ્ચો-વચ્ચ ઊભુ કરી દેવામાં આવ્યું હતુ. દરમિયાન પાછળથી પુરઝડપે આવી રહેલા રેતીના ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતે તે પણ રસ્તા વચ્ચે ઊભુ થઇ ગયું હતુ.

જેથી પુરઝઢપે પાછળ આવી રહેલા મહારાષ્ટ્ર પાર્સિંગના આઇસર ટેમ્પો ચાલકે ડમ્પર ઉભેલુ જોઇ બ્રેક મારી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્પીડ વધુ વધુ હોવાથી આઇસર ધડાકાભેર ઉભેલા ડમ્પર પાછળ ભટકાયું હતુ. અકસ્માતના આ બનાવમાં આઇસરનો કચ્ચરઘાણ બોલાઇ જતા ચાલક સહિત ત્રણ લોકોને ગંભીર રીતે ઘવાયા હતા. બનાવને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં તેઓ તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યાં હતા.

જોકે અક્સમાત એટલો વિચિત્ર હતો કે આઇસરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા ભારે જહેમત કરી ત્રણ ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108માં સારવાર અર્થે હોસપિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud