• હોસ્પિટલમાં 2 મહિનાથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.
  • હોસ્પિટલમાં રીનોવેશનનું કામ ચાલતું હોવાથી હોસ્પિટલમાંથી થોડા માણસોને છુટા કરવામાં આવ્યા

WatchGujarat શહેરમાં બંધ મકાનોથી ચોરી થયાના અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ કોરોના જેવા કપરા કાળમાં હોસ્પિટલમાંથી વેન્ટિલેટરોની ચોરી થયાનો કીસ્સો પ્રકાશમાં આવતા હોસ્પિટલના ડોકટરે હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના આજવારોડ પર આવેલ નવજીવન સોસાયટીમાં 57 વર્ષીય ડોક્ટર કમલેશભાઈ નટુભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓ છેલ્લા 13 વર્ષથી હરણી વિસ્તારની મેટ્રો હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે. મેટ્રો હોસ્પિટલમાં હાલ રીનોવેશનનું કામ ચાલતું હોવાથી હોસ્પિટલમાંથી થોડા માણસોને છુટા કરવામાં આવ્યા છે. હોપિટલમાં હાલ ફક્ત એડમીસ્ટ્રેશન અને મેન્ટેનશનો સ્ટાફ કાર્યરત છે. ગત તા. 5 જાન્યુઆરીથી હોસ્પિટલમાં રીનોવેશનનું કામ ચાલુ થતા હોસ્પિટલ બંધ રાખવામાં આવી હતી.

રિનોવેશનના ચાલતા કામના કારણે હોસ્પિટલ બંધ હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ બાયો મેડિકલ રૂમમાં મેડિકલને લગતા મોનિટર, 4 વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને સિરઝિ પંપ તેમજ અન્ય વસ્તુઓ રાખી મૂકી હતી. ગત તા. 8 ફેબ્રુઆરીના રોજ બાયો મેડિકલ રૂમમાં જઇ તપાસ કરતા મેડિકલનો સામાન જોવા મળ્યો હતો. દરમિયાન ગતરોજ બાયો મેડિકલ રૂમમાં જઇ તપાસ કરતા બે વેન્ટિલેટરની ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું.

હોસ્પિટલમાંથી રૂ,7.50 લાખની કિંમતના બે વેન્ટિલેટરની ચોરી થયાની જાણ ડો.કમલેશભાઈએ હોસ્પિટલના જનરલ મેનેજર ઓપરેશન રાજીવ ત્યાગીને કર્યાબાદ બનાવ અંગે હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હોસ્પિટલમાંથી વેન્ટિલેટરની ચોરી કરનારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud