• કોરોના કાબુમાં આવ્યો પરંતુ લોકો બેકાબુ બન્યા છે
  • શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બર્થ ડે પાર્ટીની ઉજવણીના વિડીયો વાયરલ થયા
  • નંદુ સોલંકીની આસપાસ ઉભેલા લોકો રાત્રી કર્ફ્યુના નિયમોથી બેખબર રહીને બર્થ ડેની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા

Watchgujarat.  કોરોના કેસોમાં ઘટાડો થતા જ હવે લોકોની બેફિકરાઇ સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં એક પછી એક રાત્રી કર્ફ્યુ દરમિયાન ત્રણ બર્થ ડે પાર્ટીની ઉજવણીના વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. અને રાત્રી કર્ફ્યુની અમલવારી કરતી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉનના નિયમો લાદી દેવામાં આવ્યા હતા. જો કે, નિયમો બાદ સરકાર અને તબિબોના અથાગ પ્રયત્નોથી હાલ કોરોનાની સ્થિતી નિયંત્રણમાં આવી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. ત્યારે હવે લોકોની બેફિકરાઇ પોલીસ તંત્ર માટે માથાનો દુખાવો બન્યું છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બર્થ ડે પાર્ટીની ઉજવણીના વિડીયો વાયરલ થયા હતા. વાયરલ થયેલા વિડીયો અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નંદુ સોલંકી નામનો માથાભારે શખ્સ આજવા રોડ વિસ્તારમાં રહે છે. તેના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં નંદુ સોલંકી તેના મિત્રે સાથે ગુપ્તી જેવા દેખાતા હથિયાર વડે કેક કાપી રહ્યો છે. અને પાછળ સંગીત વાગી રહ્યું છે. નંદુ સોલંકીની આસપાસ ઉભેલા લોકો રાત્રી કર્ફ્યુના નિયમોથી બેખબર રહીને બર્થ ડેની ઉજવણીમાં મશગુલ જોવા મળી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સામાન્ય નાગરીકો જો રાત્રી કર્ફ્યુમાં બહાર નિકળે તો તેને પોલીસનો કદાચ કડવો અનુભવ થયો હોઇ શકે. પરંતું માથાભારે લોકો બિંદાસ્ત બનીને રાત્રી કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પોલીસે હવે રાત્રી કર્ફ્યુના અમલમાં કડકાઇ દેખાડવાની જરૂરત છે. જો એમ નહિ થાય તો દારૂબંધીની જેમ રાત્રી કર્ફ્યુનું અમલ પણ માત્ર કાગળ પર જ રહેશે.

નોંધ – watchgujarat.com આ વાયરલ વિડીયોની કોઇ ખરાઇ કરતું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud