• કોરોના બાદ લોકોમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવવાના કારણે આહાર અને વિહાર પર વધારે ધ્યાન આપતા થયા
  • વાયરલ વિડીયોમાં મહિલાઓ નાળાના ઘુંટણ સમા પાણીમાં ઉતરીને શાકભાજી સાફ કરતા જોવા મળ્યા
  • ગંદાપાણીમાં ધોયેલા શાકભાજી લોકોના આહારમાં જતા તેઓ પાણીજન્ય રોગોનો શિકાર થઇ શકે છે

Watchgujarat. કોરોના મહામારી બાદ શહેરીજનો હવે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગરૂત થઇ રહ્યા છે. અને પૌષ્ટિક જમવા, રોજીંદો વ્યાયામ પર વધારે ભાર મુકી રહ્યા છે. તેવા સમયે શાકભાજીને લાવીને નાળાના પાણીમાં ધોવાઇ રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો તમે બહારથી શાકભાજી લઇને ઘરે તેનો ઉપયોગ કરતા હશો તો તમે હવે વધારે વખત તેને સાફ કર્યા બાદ જ ઉપયોગ કરશો.

રાજ્યમાં કોરોનાની બીજી ઘાતક વેવ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. કોરોના બાદ લોકોમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવવાના કારણે આહાર અને વિહાર પર વધારે ધ્યાન આપતા થયા છે. એટલું જ નહિ કોરોનાને કારણે હવે લોકોની લાઇફ સ્ટાઇલ પણ બદલાઇ ગઇ છે. ત્યારે વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાકભાજીને નાળામાં ધોવામાં આવી રહ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.

 

વાયરલ વિડીયોમાં મહિલાઓ નાળાના ઘુંટણ સમા પાણીમાં ઉતરીને શાકભાજી સાફ કરી રહ્યા છે. અને પાણીમાં ઝબોળી – ઝબોળી ઘોઇને શાકભાજી ટેમ્પામાં નાંખી રહ્યા છે. સ્થળ પર બે વાહનો જોવા મળે છે. જેમાં મહિલાઓ આ રીતે શાકભાજી નાળાના પાણીમાં ધોઇને નાંખતી જોવા મળી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિડીયો જીએસએફસી થી દુમાડ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલ પંપ નજીકનો છે.

 

જે શાકભાજી લોકો બહારથી લઇને ઘરે ઉપયોગમાં લે છે તેની આવી રીતે ગંદા પાણીમાં ઘોવા જોઇએ નહિ. આવું કરવાથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. અને અનેક પાણીજન્ય રોગના શિકાર પણ થવાની શક્યતા રહેલી છે. શાકભાજી ધોવા માટે નાળાના પાણીનો ઉપયોગ વહેલી તકે બંધ કરવો જોઇએ.

નોંધ – watchgujarat.com આ વિડીયોની કોઇ પણ પ્રકારે ખરાઇ કરતું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud