• એશિયાનુ એક માત્ર શહેર જ્યાં માનવ વસ્તી વચ્ચે મગરો વસવાટ કરે છે.
  • વિશ્વામિત્રી નદીમાં લાંબા સમયથી પ્રદુષિત પાણી ઠાલવવામાં આવી રહ્યો છે.
  • ગટર અને પ્રદુષિત પાણી મગરો માટે હવે જીવલેણ સાબીત થતું હોય તેવુ લાગી રહ્યું છે.

WatchGujarat. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. વિશ્વામિત્રી નદી મગરોનુ ઘર બની ગયું છે. ત્યારે મોટી સંખ્યામાં જોવા મળતા મગરોની સલામતી અને સુરક્ષા માટે તંત્ર દ્વારા કોઇ તકેદારીના પગલા લેવામાં આવતા હોય તેવુ દેખાતું નથી. ચોમાસુ શરૂ થતાં વિશ્વામિત્રી કાંઠા વિસ્તારોમાં મગરો દેખા દેતા હોય છે. તેવામાં ચોમાસી શરૂઆતમાં પ્રદુષિત થયેલી વિશ્વામિત્રી નદીમાંથી છેલ્લા ત્રણ દિવસમાં 2 મૃત મગરો મળી આવ્યાં છે.

વિશ્વમિત્રી નદી જેમાં ગટરનુ ગંદુ પાણી અને કેમિકલયુક્ત પાણી ઠલવાતા હવે ગટરગંગા બની હોય તેવુ કહેવામાં અતિશયોકતી નથી, કારણ કે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોઇ પણ કાંઠા વિસ્તાર પર નજર કરવામાં આવે તો માત્ર ગંદકી સિવાય કશુ જોવા મળતુ નથી. ગંદકીથી છલકાતી વિશ્વામિત્રી નદીમાં વસતા મગરો માટે હવે આ પ્રદુષણ વધુ જોખમી બનતુ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ સાંજના સમયે અકોટા-દાંડીબજાર બ્રીજ નિચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી અંદાજીત 12 ફુટ લંબો એક મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

Gujarat, Vadodara 2 dead crocodile found from vishwamitri river in last 3 days
Gujarat, Vadodara 2 dead crocodile found from vishwamitri river in last 3 days

જ્યારે સોમવારે કાલાઘોડા સ્થિત વિશ્વમિત્રી નદીમાંથી વધુ એક મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો. જેથી આ અંગે ફાયર બ્રીગેડને જાણ કરાતા ફાયરના લાશ્કરો દ્વારા ભારે જહેમત બાદ મૃત મગરને પ્રદુષિત વિશ્વામિત્રી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આમ છેલ્લા ત્રણ દિવસમાં 2 મૃત મગરો વિશ્વામિત્રી નદીમાંથી મળ્યાં આવ્યાં છતા તંત્રના પેટનુ પાણી હલતુ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud