• પાલિકાના કર્મીએ રાજ્યકક્ષાએ ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બોગસ લિસ્ટ બનાવી વેબસાઇટ પર મુક્યા
  • મંત્રી દ્વારા આવાસ યોજનામાં ડ્રો કરવામાં આવેલા પરિણામો અને વેબસાઇટના પરિણામોમાં વિસંગતતા જોવા મળતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • સમગ્ર મામલે પોલીસે એમઆઇએસ એક્સપર્ટ નિશિઠ પીઠવા અને કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાની અટકાયત કરી

WatchGujarat. વડોદરા સહિત રાજ્યભરમાં સરકાર દ્વારા મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પુર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ફાળવણી માટે ડ્રો કરવામાં આવ્યો હતો. પાલિકાના બે કર્મીઓએ બોગસ લિસ્ટ બનાવી વેબસાઇટ પર મુક્યું હતું. સમગ્ર મામલે ધ્યાને આવતા સિટી એન્જીનીયર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આજરોજ નવાપુરા પોલીસે સમગ્ર મામલે બે કર્મીની અટકાયત કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પુર્ણ થતા રાજ્યભરમાં 1 – 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 7, ઓગસ્ટના રોજ વિકાસ દિવસની ઉજવણી સ્થાનિક કક્ષાએ સર સયાજીનગર ગૃહમાં રાખવામાં આવી હતી. આ દિવસે રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા 382 હાઉસિંગ યુનિટ માટે ડ્રો કર્યો કર્યો હતો. ડ્રો ની કામગીરી નિશિથ પીઠવા સહિત અન્યને સોંપવામાં આવી હતી. ડ્રો થયા બાદ તેની કોપી પ્રિન્ટ કરીને પાલિકાનો સિક્કો મારી કસ્ટડીમાં રાખવા અને અન્ય કોપી દ્વારા જે તે લાભાર્થીને જાણ કરવાનું હતું. પ્રિન્ટ કરેલી પોરી સર્ટિફાઇ કરીને પાલિકાની વેબસાઇટ પર અપલોડ કરવાની હતી.

પાલિકાની વેબસાઇટ પર ડ્રો ની કોપી અપલોડ કર્યા બાદ ડ્રો સમયે સ્ક્રિન પર દેખાયેલી અને પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ યાદીમાં વિસંગતતા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નિશિથ પીઠવાને પુછતા તેણે કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા તરફથી  આમ કરવાની સુચના મળી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં કોમ્પ્યુટર પ્રોગ્રામ ફરીથી રન કરીને બનાવટી લિસ્ટ સમાવવાનો પ્રયાસ કર્યો હતો. અને નવું જ લિસ્ટ પાલિકાના વેબસાઇટ પર અપલોડ કર્યું હતું. સમગ્ર મામલે સિટી એન્જીનીટર દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે આજે નિશિથ પીઠવા – એમ. આઇ. એસ એસ્કપર્ટ અને પ્રમોદ વસાવા – કાર્યપાલક ઇજનેર (એફોર્ડેબલ હાઉસિંગ)ની અટકાયત કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud