• વેક્સીનના બે ડોઝ વચ્ચેના સમયગાળા અંગે ફેરફાર કરવામાં આવતા વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા
  • પાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર વિદેશ અભ્યાસઅર્થે જતા વિદ્યાર્થીઓ માટે વિશેષ લિંક મુકવામાં આવશે
  • લિંક પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વિદ્યાર્થીઓ વેક્સીન મુકાવી શકશે

Watchgujarat. મહામારી કાળમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સીન લેવા માટેની ભારે મુંજવણ હતી. જેને લઇને પાલિકા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાલિકા દ્વારા વિશેષ લિંક જનરેટ કરવામાં આવશે. અને તેને પર રજીસ્ટ્રેશન કરાવીને વિદેશ જનારા વિદ્યાર્થીઓ વેક્સીનનો બીજો ડોઝ લઇ શકશે.

કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સીન અગત્યનું હથિયાર છે. પરંતુ વેક્સીનના બે ડોઝ વચ્ચેના સમયગાળા અંગે ફેરફાર કરવામાં આવતા વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઇને વડોદરાના પાલિકા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર વિદેશ અભ્યાસઅર્થે જતા વિદ્યાર્થીઓ માટે વિશેષ લિંક મુકવામાં આવશે. લિંક 5 જુનના રોજ લાઇવ થશે.

વિદ્યાર્થીઓએ જરૂરી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ત્યાર બાદ તેઓને એસએમએસના માધ્યમથી વેક્સીન સેન્ટર અંગે જાણ કરવામાં આવશે. વેક્સીન લેવા માટે જનારા વિદ્યાર્થીઓએ વેક્સીનેશન સેન્ટર પર જતા પહેલા તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ પોતાની સાથે રાખવાના રહેશે. વેક્સીનેશન સેન્ટર પર વિદ્યાર્થીઓ દ્વારા જમા કરાવવામાં આવેલા ડોક્યુમેન્ટ્સની ખરાઇ કર્યા વિદ્યાર્થીને વેક્સીન મુકવામાં આવશે.

પાલિકાના નિર્ણયને પગલે વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે રાહત થવા પામી છે. વેક્સીન મામલે વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં ભારે મુંજવણ હતી. અને જેને પગલે તેમના પરિવારજનો પણ મુંજવણમાં મુકાયા હતા. તેવા સમયે પાલિકા દ્વારા સમયસર નિર્ણય લીધો છે. જેને કારણે હવે આગામી સમયમાં વિદેશમાં જનારા વિદ્યાર્થીઓ અહિંયા જ વેક્સીનના બે ડોઝ મુકાવીને જઇ શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud