• વડોદરાના વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદીત નિવેદનોને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે
  • તાજેતરમાં જ કામ નહિ કરતા સરકારી બાબુઓને ચૌદમું રતન બતાવવા મામલે વિવાદમાં આવ્યા હતા
  • આજરોજ ડભોઇ ખાતે યોજાયેલા સુર્યોદય યોજનાના કાર્યક્રમ સમયે મીડિયા સાથે વાતચીતમાં વિવાદીત નિવેદન આપ્યું હતું

WatchGujarat. ડભોઇમાં સુર્યોદય યોજનાના ઉદ્ધાટન પ્રસંગે મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરી હતી. પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. ભાજપના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીની આવનારી ચૂંટણીને લઈને કહ્યું હતું કે, ડેરીમાં હોદ્દા પર રહેલા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામને મારી ચેતવણી છે, કે જો હું સત્તામાં આવીશ તો બધા કૌભાંડ ગણી ગણીને બહાર લાવીશ. ક્યા ક્યા સોદા થયા છે, કોણી જોડે થયા છે આ તમામ વિગતો મારી પાસે છે. હું ડેરીમાં સત્તા પર આવ્યો તો તમારા તમામ કૌભાંડો બહાર આવશે. હું કોઈને છોડું નહીં.

આ સાથે તેમણે ડેરીમાં હોદ્દા પર રહેલા તમામ લોકોને ચેતવણી આપતાં કહ્યું હતું કે, એવું ન સમજતા કે હું આરામ કરી રહ્યો છું. અત્યારે હું તમારા કૌભાંડોની ફાઈલ તૈયાર કરાવી રહ્યો છું. વડોદરા જિલ્લાના પશુપાલકોના રૂપિયા ખાઈ રહ્યા છો ને, તમને કુદરત પણ માફ નહીં કરે એટલું ધ્યાન રાખજો. હજી ક્યાંય રજુઆત કરી નથી, પણ તમામને સુધરવા માટેનો સમય આપી રહ્યો છું. હજી પણ સમય છે સુધરો, અમારી સરકારમાં રહીને અમારી સરકારનો ઉપયોગ કરીને આવા કામ કરો, સુધરો તો સારૂ છે નહીં તો સુધારવામાં આવશે.

આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીમાં સત્તા પર રહેલા તમામ હોદ્દેદારોને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, હું બધુ જાણું છું કે કોણ ગેસ્ટ હાઉસમાં બેસીને બિસલરી પીવે છે ને કોણ ગેસ્ટહાઉસમાં આગતા સ્વાગતા કરે છે. મારી પાસે તમામના પૂરાવા ફોટો સ્વરૂપે છે. કાન ખોલીને સંભળી લેજો હોદ્દેદારો એવું ન સમજતાં કે બચી જશો. હું બધુ જ પાક્કું કરી રહ્યો છું તમારું, આખી જીંદગી યાદ કરશો એવો પાઠ ભણાવીશ તમને. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી સત્તામાં વડોદરા જિલ્લાના તમામ પશુપાલકોને એટલા લાભ મળશે કે એક ઢોર પાલવતો પશુપાલક પણ કહેશે કે મારે ડેરીમાં દુધ ભરવું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud