• અધિક્ષક પોલીસ અધિકારી અને જનરલ સુબેદાર સહિતના સ્ટાફ રાઉન્ડ પર નીકળ્યા હતા
  • હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીએ ઇટના ટુકડાનો ઘા કર્યો
  • ખોટું કારણ દર્શાવી ફરજ દરમિયાન સરકારી કર્મચારી ઉપર હુમલો
  • સરકારી કર્મચારી ઉપર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં રાઉન્ડ પર નીકળેલા અધિક્ષક પોલીસ અધિકારી અને જનરલ સુબેદાર સહિતના સ્ટાફ ઉપર ઈંટ ફેંકી હુમલાનો પ્રયાસ કરનાર હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીએ વિરુદ્ધ રાવપુરા પોલીસે ફરિયાદ નોંધાઇ છે. અત્રે નોંધનીય છે કે, હુમલો કરવા પાછળ કેદીએ પરિવાર સાથે વાત નહીં કરવા દેતા હોવાનું ખોટું કારણ રજૂ કર્યું છે.

 

વડોદરાની સેન્ટ્રલ જેલમાં હર્ષદભાઈ પરમાર જેલમાં જનરલ સૂબેદાર તરીકે ફરજ બજાવે છે. તમામ કેદીઓ ઉપર તથા જેલની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખીને અધિક્ષક પોલીસ અધિકારીને રાઉન્ડ દરમિયાન લઈ જવાનું તેમનું કામ છે. આ દરમિયાન સોમવારે રાબેતા મુજબ યાર્ડ નં-12, 11, 10 ,9 ,8 અને 7 નો રાઉન્ડ હતો. જેથી તેઓ અધિકારી તથા બોર્ડવિંગના જવાન સાથે રાઉન્ડ પૂરો કરી તમામ કેદીઓની રજૂઆત સાંભળી હતી.

દરમિયાન બેરેક નંબર 1, 2 અને 4 કોરોના વાઇરસના સંક્રમણની ના પગલે ક્વોરન્ટીન કરવામાં આવી હતી અને ક્વોરન્ટીન ના હોય તેવા કેદીઓ બહાર લાઈનમાં ઊભા હતા. જે પૈકી હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા કાચા કામનો કેદી અભિજીત ઉર્ફે અભી આનંદભાઈ ઝાએ અચાનક ઇટના ટુકડાનો ઘા કર્યો હતો. પરંતુ તે વાતને સુબેદારને જાણ થઇ જતા તેઓ નામી ગયા હતા. જેથી સુબેદારને તે ઈંટનો ટુકડો વાગ્યો ન હતો અને બચી ગયા હતા, ત્યાર બાદ હુમલાખોર કેદીએ હાજર સ્ટાફ તથા બોર્ડર વિંગ જવાનો જવાને હુમલો કરવાના ઈરાદે ધસી આવતા તે કેદીને અટકાવ્યો હતો.

 

કાચા કામના કેદીએ કયા કારણોસર હુમલો કર્યો તે અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તમે અમને ફોન કેમ કરવા દેતા નથી. અત્રે નોંધનીય છે કે, કેદીએ 7 એપ્રિલ તથા 9 એપ્રિલના રોજ તેના ભાઈ સાથે મોબાઇલ ફોનથી વાતચીત કરી હોવા છતાં ખોટું કારણ દર્શાવી ફરજ દરમિયાન સરકારી કર્મચારી ઉપર હુમલો કર્યો છે. સુબેદાર સહિતના સ્ટાફ ઉપર ઈંટ ફેંકી હુમલાનો પ્રયાસ કરનાર કાચા કામના કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સરકારી કર્મચારી ઉપર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud