• માથાભારે શખ્સ દિલીપ કેરી ઠાકુર દ્વારા સમાજસેવિકા મહિલા તમન્ના શેખને પ્રેમ સંબંધ રાખવા માટે જણાવીને અવાર નવાર છેડતી કરવામાં આવતી
  • કેટલીક વખત દીલીપ કેરીએ મહિલા સાથે ઝગડો કરીને માર મારવાની ઘટનાઓ પણ ઘટી હતી
  • આજે ઉશ્કેરાયેલા દીલીપ કેરીએ મહિલાના છાતીના ભાગે હાથના નખોરીયા ભરી લીધા
  • સમગ્ર મામલે ફતેગંજ પોલીસમાં ફરિયાદ કરાતા બે પૈકી એકની ધરપકડ કરાઇ, અન્ય એક ફરાર

Watchgujarat. વડોદરામાં પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંગે ચાર્જ સંભાળતાની સાથે પોલીસ દ્વારા મહિલા અને વૃદ્ધોની સુરક્ષા માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જો કે, બુધવારે સમાજસેવિકા મહિલાને માથાભારે તત્વો દ્વારા લાતો અને મુક્કાથી માર મારવાની ઘટના સામે આવતા મહિલા સુરક્ષાની વાતોની અમલીકરણમાં ચાલતી પોલંપોલ ખુલ્લી પડી જવા પામી હતી.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, માથાભારે શખ્સ દિલીપ કેરી ઠાકુર દ્વારા સમાજસેવિકા મહિલા તમન્ના શેખને પ્રેમ સંબંધ રાખવા માટે જણાવીને અવાર નવાર છેડતી કરવામાં આવતી હતી. એટલું જ નહિ કેટલીક વખત દીલીપ કેરીએ મહિલા સાથે ઝગડો કરીને માર મારવાની ઘટનાઓ પણ ઘટી હતી. બુધવારે દિલીપ કેરીએ તમામ હદ વટાવીને મહાલાના બનેવીને ફોન કરીને અપશબ્દોનો મારો કર્યો હતો. જેથી મહિલા તેને સમજાવવા માટે પહોંચી હતી. દરમિયાન ઉશ્કેરાયેલા દીલીપ કેરીએ મહિલાના છાતીના ભાગે હાથના નખોરીયા ભરી લીધા હતા. દરમિયાન સ્થળ પર હાજર મહિલાના ભાઇને દિલીપ કેરીના પુત્ર પ્રતિક કેરીએ માર મારવાનું શરૂ કરી દીધું હતું.

લાતો અને મુક્કાથી માર ખાધેલી હાલતમાં સમાજ સેવિકા મહિલા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવવા માટે ગઇ હતી. પોલીસે સમગ્ર મામલે દીલીપ કેરી ઠાકુર (રહે – એમબીસી દાસ રેસીડેન્સી, છાણી રોડ, લાલપુરા – નવાયાર્ડ) અને પ્રતિક દીલીપ કેરી ઠાકુર સામે ગુમો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતા. પોલીસે બે આરોપીઓ પૈકી પ્રતિક દીલીપ કેરીની ગણતકીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. અને તેનો કોરોનાનો ટેસ્ટ કરાવીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જ્યારે દિલીપ કેરીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud