• શહેરના પોલીસકર્મીના પુત્રનો મૃતદેહ ઉંડેરા તળાવમાંથી મળી આવ્યો
  • ગત મોડી સાંજ સુધી યુવકનો કોઈ ભાળ મળ્યો ન હતો
  • આજે વહેલી સવારમાં મૃત દેહ તળાવમાંથી મળી આવ્યો
  • તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલાયો

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરા તળાવમાં શહેરના પોલીસ કર્મીના પુત્રએ તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હોવાની વાતે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. જેમાં 23 વર્ષીય યુવાને “મમ્મી ને સાચવજો અને હું ઉંડેરા તળાવ જાઉ છું” લખીને ઘરેથી નીકળી ગયો હતો. જેના પગલે પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા જવાહનગર પોલીસે આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. અને સમગ્ર મામલે ફાયર બ્રિગેડની ટીમે પણ ઉંડેરા તળાવ પહોંચી યુવકની શોધખોળ શરુ કરી દીધી હતી. તળાવ વરસાદના કારણે છલોછલ ભરાયેલ હોવાથી ગત મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો મળી શક્યો ન હતો.પરંતુ આજે વહેલી સવારે 21 કલાક બાદ યુવકનો મૃત દેહ તળાવ માંથી મળી આવ્યો હતો.જેને પગલે પોલીસ દ્વારા ફાયર વિભાગની મદદ લઇ મૃત દેહને બહાર કાઢી બાજવા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

વડોદરા શહેરમાં પોલીસ એમ.ટી વર્કશોપમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા અને ઉંડેરા જીવાભાઈ પાર્ક-2 ના રહેવાસી લાક્ષીનારાયણ પવારનો 23 વર્ષીય પુત્ર નીરજ પવાર ગત તારીખ 3 ઓગસ્ટના વહેલી સવારથી “હું ઉંડેરા તળાવ જાઉં છું અને મમ્મીને સાચવજો ” ની ચીઠ્ઠી લખીને ઘરેથી નિકળી ગયો હતો. જેથી આ સમગ્ર મામલાની જાણ યુવકના પરિવારને થતા તે ઉંડેરા તળાવ પાસે પહોંચી ગયા હતા, અને તેમને નિરાજની સાયકલ અને તેના ચંપલ મળી આવ્યા હતા. જેથી આ મામલાની જાણ પોલીસ ને કરતા જવાહનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને નીરજે તળાવમાં કૂદી આપઘાત કરી લીધો હોવાની શંકાના આધારે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો પણ ઉંડેરા તળાવ ખાતે પહોચી ગયો હતો. અને સવારથી જ નિરાજની શોધખોળ શરુ કરી દીધી હતી. પરંતુ તળાવ વરસાદના કારણે છલોછલ પાણીથી ભર્યો હોવાના કારણે મોડી સાંજ સુધી પોલીસ અને ફાયર વિભાગ નીરજનો કોઈ ભાળ મેળવી શક્યા ન હતા. પોલીસ દ્વારા નીરજની તાપસ કરાતા નજીકના સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં નિજાર દિવાળીપુરા સર્કલ સુધી દેખાયો હતો. પરંતુ આગળના સી.સી.ટી.વી માં તેનો કોઈ ભાળ મળ્યો ન હતો.

આ મામલે નીરજના પરિવારજનો ચિંતામાં હતા કે તેમના પુત્રે તળાવમાં કૂદીને આપઘાત ન કરી લીધો હોય. જેથી તે મોડી રાત અનેક વાર તળાવની તાપસ કરવા ગયા હતા. પરંતુ તેમન નીરજ મળ્યો ન હતો. આ મામલે  સતત પોલીસ અને ફાયરના લાશ્કરો દ્વારા તળાવ પાસે તાપસ ચાલુ રખાતા આજે વહેલી સવારમાં આશરે 10 વાગ્યા ની આસપાસ પોલીસને તળાવમાં કોઈ મૃત દેહ નજરે ચઢ્યો હતો. જેથી ફાયર વિભાગની મદદ લઇ પોલીસે તે મૃત દેહને બહાર કાઢ્યા બાદ જાણવા મળ્યું હતું કે, તે નીરજનો મૃતદેહ છે મળી આવેલ મૃત દેહ ની જાણ પોલીસ દ્વારા નિરાજના પરિવારને કરી પોસ્ર્ટમોર્ટમ માટે બાજવા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.આ બનાવથી નિરાજના પરિવારના શોખનો માહોલ ફેલાઈ ગયો છે. 21 કલાક બાદ નિરજનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ બાદ પોલીસે મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ આગળની કાર્યવહી શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud