• રાજ્યમાં પ્રથમ વખત વૃદ્ધોને દત્તક લેવાની અનોખી યોજના કળયુગના શ્રવણ નીરવ ઠક્કર દ્વારા શરુ કરવામાં આવી
  • અત્યાર સુધી  માત્ર અનાથ બાળકો માટે જ આ પ્રકારની સેવા શરુ કરવામાં આવી હતી, પરંતુ હવે સેવાભાવીઓ વૃદ્ધો માટે આગળ આવ્યા
  • વૃદ્ધો પરિવારનો વૈભલી વારસો છે, તેનું જતન કરવું જોઇએ – નિરવ ઠક્કર

સાહિલ પંડ્યા. ઇન્ટરનેટના યુગમાં પહેલાની સરખામણીએ ઘર પરિવારમાં ઘરડાઓનું મહત્વ ઘટતું જય રહ્યું છે. વૃદ્ધાશ્રમોમાં એડમિશન લેવા માટે વેટીંગ ચાલી રહ્યું છે. તો બીજી તરફ જે વૃદ્ધો ઘર પરિવારથી તરછોડાયેલા છે અને વૃદ્ધાશ્રમનો ખર્ચ પણ ઉઠાવી શકે તેમ નથી તેવા વૃધો રોડ વચ્ચેના ડિવાઈડર પર અથવાતો રોડ બાજુ પર આવેલા ફૂટપાથ પર નિરાધાર બની જીવન વિતાવી રહ્યા છે. અનાથ બાળકો,દિવ્યાંગો અને મહિલાઓ માટે અનેક એન.જી.ઓ કામ કરી રહી છે. પરંતુ નસીબના માર્યા ફૂટપાથ પર જીવન વિતાવવા પર મજબુર વૃધો તરફ કોઈ ધ્યાન આપતું નથી. આવા સમયે શહેરના કર્મશીલ નિરવ ઠક્કર વૃદ્ધોની સેવા કરવાનું અને તેમને કાયમી રહેઠાણ તથા દૈનિક જરૂરિયાતો પુરી થાય તેવા ઉદેશ્ય સાથે કામગીરી શરુ કરી છે.

અત્યાર સુધી નિરવ ઠક્કર દવારા 10 જેટલા વૃધોને કાયમી વસવાટ અપાવ્યો છે. હવે નીરવભાઈ ઠક્કર અને તેમની ટિમ દ્વારા રાજ્યમાં પ્રથમક વખત વૃદ્ધોને દત્તક લેવાનું અનોખું અભિયાન શરુ કર્યું છે. જેનું નામ “મારા દાદા-દાદી” રાખવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દાતાઓ વૃધોને સવારમાં ચા-બિસ્કિટ, એક ટાઈમનું જમવાનું અને કપડા તથા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મોકલાવી શકે છે અથવા તેમાં આર્થિક સહયોગ પણ આપી શકે છે.

નિરવભાઈ ઠક્કર દ્વારા  “મારા દાદી-દાદી” અભિયાન અંગે Watch Gujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં તાજેતરમાં જ મારા નાના ગુમાવ્યા છે. મારુ માનવું છે કે આજે વૃદ્ધોને જે માન સન્માન ઘરમાં મળવું જોઈએ તે મળતું નથી.વૃદ્ધો પરિવારનો એક વૈભવી વારસો છે અને તેનું જતન થવું જોઈએ. પરંતુ અહીંતો તેમના ગયા પછી જ તેમના જીવનનું મહત્વ સમજાય છે. રાજ્યમાં પ્રથમ વખત મારી ટિમ દ્વારા વૃદ્ધોને દત્તક લેવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં જરૂરિયાતમંદ વૃધોની ઓળખ કરી તેમને સવારે ચા-નાસ્તો અને એક ટાઈમનું જમવાનું પૂરું પાડવામાં આવે છે. અમારી સંસ્થા શ્રવણસેવા સાથે જોડાઈને તમે પણ લાચાર બની રસ્તા ઉપર એકલવાયુ જીવન વિતાવતા વૃદ્ધોને દત્તક લઇ શકો છો.

20 જેટલા વૃધોની ઓળખ કરી તેમને જમવાની સેવા આપવાનું શરુ

વધુમાં નિરવ ઠક્કરે ઉમેર્યું હતું કે, પવિત્ર શ્રવણ માસના પ્રથમ દિવસે અમારી ટિમ દ્વારા “મારા દાદા-દાદી” અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. અમારી ટિમ દ્વારા 20 જેટલા જરૂરિયાતમંદ વૃદ્ધોની ઓળખ કરીને તમામને સવારના ચા-નાસ્તો અને એક ટાઈમનું જમવાનું પહોંચાડવામાં આવે છે. અમારા અભિયાનમાં જોડાવવા માટે તમે ઓનલાઇન મદદ પણ મોકલાવી શકો છે.

વૃદ્ધોના આશીર્વાદ એજ અમારા જીવનની મૂડી છે

વધુમાં નિરવભાઈ ઠક્કરે ઉમેર્યું કે, છેલ્લા કેટલાક સમયથી મારી ટિમ દ્વારા અનેક રીતે વૃદ્ધોની સહાય કરવામાં આવી રહી છે. વૃદ્ધો પાસેથી કઈ મળે તેવી કોઈ  આશા નથી. પરંતુ અનેક વખત અમારી સેવા થકી સંતોષ માન્યા બાદ ઘણા લોકોના આશીર્વાદ મળે છે. કેટલા હું કેટલીએ વૃદ્ધાઓનો દીકરો છું. તેમના આશીર્વાદ એજ અમારા જીવનની મૂડી છે.

મધ્ય ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનાવવાની નેમ

આખરે નિરવભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, મારે રસ્તા પર જીવન વિતાવવા પર મજબુર બનેલા વૃદ્ધો માટે મધ્ય ગુજરાતનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનાવવો છે. મારી આખી જિંદગી  વૃદ્ધોની સેવા કરવા માટે સમર્પિત કરી ચુક્યો છું. વૃદ્ધોના આશીર્વાદ અને દાતાઓના સહયોગથી વૃદ્ધોનું જીવન સુધારવાના અત્યાર સુધીના મારા પ્રયાસોને મળી છે. જે ભવિષ્યમાં પણ કાયમ રહેશે તેવો મને વિશ્વાસ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud