• ઘરેલુ ઝગડામાં યુવકની અટકાયત કરવામાં આવી હતી
  • સીટી પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકે ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ
  • આપઘાતના પ્રયાસના પગલે યુવકને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો
  • સીટી પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો

WatchGujarat. સામાન્ય રીતે જ્યારે પોલીસ દ્વારા કોઈ ગુનામાં કોઈ પણ વ્યક્તિની અટકાયત કરવામાં આવે છે. ત્યાર બાદ તેમની પુછપરછ કરવામાં આવે છે. દરમિયાન તેમની પાસે કોઇ ચીજ વસ્તુ રાખવા દેવામાં આવતી નથી. વડોદરાના સીટી પોલીસ સ્ટેશનમાં યુવકે ઝેરી દવા પીવાનો પ્રયાસ કરતા જ પોલીસ દોડતી થઇ હતી. પ્રયાસ કરનાર યુવકને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરની સીટી પોલીસ સ્ટેશનમાં ગત ઘરેલુ ઝગડાના ગુનામાં પકડી લાવેલા યુવકે લોકઅપમાં ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરી લીધો હતો. જેને પગલે યુવકને 108 મારફતે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે.

ગત રોજ વડોદરા શહેરની સીટી પોલીસ સ્ટેશનની હદમાં એક ઘરેલુ ઝગડાનો બનાવ થયો હતો. જેને પગલે પોલીસે મુકેશ રાવળની રાત્રીના બાર વાગે અટકાયત કરી હતી.અને ત્યાર બાદ મુકેશને સીટી પોલીસ સ્ટેશમાં રહેલા લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. ઘરેલુ ઝગડામાં પોલીસ દ્વારા અટકાયત કરવા બાદ મુકેશને લોકઅપ રૂમમાં રાખવા આવ્યો હતો. પરંતુ ગણતરીના કલાકોમા મુકેશે લોકઅપ રૂમમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પોલીસને થતા મુકેશને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર સરથી એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

પોલીસ સ્ટેશનના જ લોકઅપ રૂમમાં મુકેશે ઝેરી દવા જેવું પ્રવાહી ગટગટાવી લેતા સીટી પોલીસ સ્ટેશનમાં ભાગદોડ મચી ગઈ હતી. અને આ મામલે સમગ્ર પોલીસ સ્ટેશનનો કાફલો દોડતો થઇ ગયો હતો. જાણ થતા મુકેશના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. અને પોલીસની કામગીરી સામે ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે મુકેશના મોટાભાઈ હિતેશ રાવળે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારા ઘર ઘરનો ઝગડો હતો. જેમાં મારા ભાઈનું ખોટું નામ લખાવ્યું છે.જેથી કંટાળીને મારા ભાઈએ ઝેરી દવા પી લીધી હતી. તેને ખોટું કામ કર્યું ન હોવા છતાં તેને લોકઅપમાં પુરી દેતા તેને આ પગલું ભર્યું છે.

આ સમગ્ર ઘટનામાં એ જોવાનું રહે છે કે લોકઅપ રૂમમાં મુકેશ પાસે ઝરી દવા આવી ક્યાંથી, શું મુકેશ પહેલાથી જ તેની સાથે ઝેરી દવા જેવું પ્રવાહી લાઈન આવ્યો હશે ? શું પોલીસ કર્મીઓએ મુકેશની લોકઅપ રૂપમાં રાખતા પહેલા તપાસ નહિ કરી હતી ? શું પોલીસ લોકઅપમાં મુકેશને કોઈએ આપઘાત કરવા ચોરીછુપી ઝેરી દવા આપી હશે? આવા અનેક પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઉઠી રહ્યા છે. જો કે સમગ્ર મામલે વધુ માહિતી પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud